History of city name : દાહોદના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
દાહોદ માત્ર એક સામાન્ય શહેર નથી, તેનો ઇતિહાસ અને સંસ્કૃતિ બંને મહત્વપૂર્ણ છે. મુઘલ શાસનથી લઈને બ્રિટિશ કાળ સુધી અને સ્વાતંત્ર્ય આંદોલનથી આજના આધુનિક યુગ સુધી, દાહોદ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે.

દાહોદ ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેર છે, જે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર તેની સંસ્કૃતિ, ઇતિહાસ, અને વેપાર માટે જાણીતું છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સ્થિત દાહોદ શહેર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમાને અડીને આવેલું છે,જેના કારણે તે ત્રણ રાજ્યો માટે વેપાર અને સંસ્કૃતિના દ્રષ્ટિકોણે મહત્વ ધરાવે છે.

સંસ્કૃત ભાષા પ્રમાણે “દાહ”નો અર્થ ગરમી (તાપ) અને “હોદ”નો અર્થ પાણી થાય છે. એ પૂર્વે દાહોદ વિસ્તારમાં અનેક તળાવો અને જળાશયો હતા, પરંતુ હવામાન ગરમ હોવાથી "દાહોદ" નામ પ્રચલિત થયું.

દધિચિ ઋષિ પરથી દુધી મતી નદી નું નામ પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.અહીંયા ના આદિવાસી હજી સુધી દાહોદ ને દેહવોદ નામે થી ઓળખે છે તથા દેહવોદ બોલે છે.

કહેવાય છે કે દાહોદ વિસ્તારમાં એક અનોખો કૂવો હતો, જેનું પાણી સાફ અને આરોગ્યપ્રદ માનવામાં આવતું. સ્થાનિક લોકો આ પાણી માટે દૂર દૂરથી આવતા, અને આ જ કારણે દાહોદ નામ પડ્યું.

દાહોદનું પ્રાચીન ઈતિહાસ વધુ દસ્તાવેજી રૂપે પ્રાપ્ત નથી, પરંતુ તે રાજપૂત શાસન દરમિયાન એક વ્યાપારી કેન્દ્ર હતું. રાજપૂતો અને અન્ય સ્થાનિક રાજવીઓ અહીં સત્તા ચલાવતા. દાહોદ એક મહત્વપૂર્ણ માર્ગ પર આવેલું હતું, જે મુસાફરો અને વેપારીઓ માટે અનુકૂળ હતું. ( Credits: Wikipedia )

દાહોદનું મહત્ત્વ મોટેભાગે મુઘલ શાસક ઔરંગઝેબ સાથે જોડાયેલું છે. 1618 કે 1619માં, શાહજહાં અને મુંમતાઝ મહલના પુત્ર ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. દાહોદ તે સમયમાં મુઘલ શાસકો માટે મહત્વપૂર્ણ વિસ્તાર હતો, જ્યાંથી તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ સૈન્ય વ્યવસ્થા કરી શકતા.

8મી સદીમાં, જ્યારે મરાઠાઓ અને મુઘલ સામ્રાજ્ય વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે દાહોદ એક મુખ્ય સમર વિસ્તાર હતો. મરાઠા શાસકોએ દાહોદને પોતાની સત્તા હેઠળ લઈ લીધો અને અહીં કરવેરો વસૂલ કરવાનું કેન્દ્ર બનાવ્યું. ( Credits: Wikipedia )

19મી સદીમાં, બ્રિટિશ શાસન દરમિયાન, દાહોદ એક મહત્ત્વનું વેપાર અને પરિવહન કેન્દ્ર બની ગયું. બ્રિટિશ રાજમાં, દાહોદ રેલવે દ્વારા જોડાયેલું હતું, અને આ ક્ષેત્રનું કાપડ ઉદ્યોગ તેમજ ખેતી ઉદ્યોગ વિકસવા લાગ્યા. ( Credits: Wikipedia )

ભારતના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન, દાહોદના લોકો બ્રિટિશ શાસન સામે લડ્યા. આ વિસ્તારમાં ઘણા સ્વતંત્રતા સેનાનીઓ કાર્યરત હતા અને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સંદેશાને અનુસરીને બ્રિટિશ શાસન સામે સંઘર્ષ કર્યો.1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ, દાહોદ ગુજરાત રાજ્યનો ભાગ બન્યું.
વાણિજ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને ઐતિહાસિક કથાઓ સાથે, દાહોદ આજે એક વિકસતું શહેર છે, જે ભવિષ્યમાં પણ સમૃદ્ધ થવાનું ચાલુ રાખશે. દાહોદની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..






































































