NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ, જુઓ Video
આગામી મે મહિનાની 4 તારીખે મેડિકલ અને ડેન્ટલના અભ્યાસ માટેની નીટ પરીક્ષા યોજાવાની છે. ત્યારે વાલીઓ દ્વારા નીટની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશનની મર્યાદા લંબાવવાની માગ કરાઈ રહી છે. પરીક્ષા માટે 7 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.
આગામી મે મહિનાની 4 તારીખે મેડિકલ અને ડેન્ટલના અભ્યાસ માટેની નીટ પરીક્ષા યોજાવાની છે. ત્યારે વાલીઓ દ્વારા નીટની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશનની મર્યાદા લંબાવવાની માગ કરાઈ રહી છે. પરીક્ષા માટે 7 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આ પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષા અને રજીસ્ટ્રેશનની તારીખ એક જ સમયે હોવાથી અનેક વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે.
આ ઉપરાંત NTA દ્વારા આ વર્ષે જ્ઞાતિનું પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટીફીકેટ પ્રથમવાર માગવામાં આવ્યું છે. આ સર્ટીફીકેટ લેવા માટે ગણો લાંબો સમય લાગ્યો હોવાથી વાલીઓની માગ છે કે NTA દ્વારા ફરીવાર એક અઠવાડિયા માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામા આવે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો વાલીઓ દ્વારા હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા માગ
NTA દ્વારા આ વર્ષે કાસ્ટ સર્ટીફીકેટ અને એલીજીબીલીટી સર્ટીફીકેટ પ્રથમવાર માંગવામા આવ્યુ હતુ. જેમાં વાલીઓએ 1980 પહેલાથી જ તેઓ ભારતીય નાગરિક હોવાનો પુરાવો માગવામા આવ્યો હતો. વાલીઓની માગ છે કે એનટીએ દ્વારા ફરીવાર એક સપ્તાહ માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામા આવે. વાલીઓનો આક્ષેપ છે કે જે એલીજીબીલીટી સર્ટીફીકેટની માગ કરવામા આવી છે તે સર્ટીફિકેટ માટે પણ 10 થી 15 દિવસ જેટલો સમય લાગે તેમ હતો. ઉપરાંત એનેકવાર સર્વર ડાઉન રહેવાની પણ સમસ્યાઓ સામે આવી છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે તારીખ લંબાવવામા આવવી જોઇએ. જો એનટીએ દ્વારા તારીખ લંબાવાવમા નહી આવે તો હાઇકોર્ટમા જવાની પણ તૈયારી વાલીઓએ દર્શાવી છે.
હાઇકોર્ટ સુધી જવાની વાલીઓની તૈયારી
મહત્વનું છે કે ગુજરાત બોર્ડની પરીક્ષાના સમય ગાળા દરમિયાન જ નીટ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી અનેક વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી. જેના પગલે વાલીઓ દ્વારા રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો નીટ પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની તારીખ નહીં વધારવામાં આવે તો વાલીઓ દ્વારા હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવવામાં આવી છે.