વડોદરા
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડના ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્રના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું.
તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ. વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે.
Read MoreBreaking News : વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ, ડ્રાઈવર-ક્લીનરનો આબાદ બચાવ
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા એક ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
- TV9 Gujarati
- Updated on: Oct 3, 2026
- 10:08 am
Breaking News : CNG ભરાવતી વખતે કારમાંથી કેમ ઊતરવું પડે છે? પેટ્રોલ પંપ પર થયેલા CNG બ્લાસ્ટના ચોંકાવનારા CCTV માં છે જવાબ
વડોદરાના કરજણ નજીક NH-48 પર CNG કારમાં રિફ્યુલિંગ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને અન્ય બે કારને નુકસાન પહોંચ્યું હતું.
- Sagar Solanki
- Updated on: Oct 3, 2026
- 9:40 am
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video
વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન સતત ત્રીજા વર્ષે નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શિસ્ત જાળવવા અને અસામાજિક તત્ત્વોને રોકવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. ખેલૈયાઓએ આ નિયમને આવકાર્યો છે.
- Anjali oza
- Updated on: Oct 2, 2026
- 1:19 pm
Vadodara Breaking: SSG હોસ્પિટલમાં દવાની અછત અને સ્ટ્રેચરના ફાંફાં, સરકારી તંત્ર ક્યારે લાવશે કાયમી ઉકેલ?
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર કથળેલા વહીવટના કારણે ચર્ચામાં આવી છે. GMSCL દ્વારા પૂરતો સપ્લાય ન મળતાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી 350 જેટલી જીવનજરૂરી દવાઓની ભારે અછત સર્જાઈ છે. બીજી તરફ થોડા દિવસ અગાઉ દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતાં પરિજનો ઊંચકીને દોડવા મજબૂર બન્યા હતા, જેનાથી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Sachin Agrawal
- Updated on: Oct 1, 2026
- 6:50 pm
Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાં ખુલ્લી પડી તંત્રની પોલ,સ્ટ્રેચર ન મળતાં દર્દીને ખભે ઊંચક્યો! સવાલો વચ્ચે RMOએ આપ્યો આ જવાબ
વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા તેના પરિવારજનોને દર્દીને ઊંચકીને લઈ જવાની ફરજ પડી હોવાની ઘટના સામે આવી છે.
- Dhruval Shah
- Updated on: Sep 30, 2026
- 2:41 pm
Breaking News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, 5નાં મોત 4 ઈજાગ્રસ્ત
આણંદ ( Anand)ના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમ્ખવાર અકસ્માત ( Accident ) સર્જાયો છે.આ અકસ્માતમાં 5 લોકોનાં મોત, 4 ને ઈજા પહોંચી છે.આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 30, 2026
- 11:46 am
વડોદર મનપા કમિશનરનો સ્વચ્છતા મુદ્દે એક્શન પ્લાન, દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા એકમો પાસેથી ₹1.12 કરોડ વસૂલાયો દંડ- Video
વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન સઘન બનાવ્યું છે. દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા 121 એકમોને સીલ કરી ₹1.12 કરોડનો દંડ વસૂલ્યો છે. કમિશનરે સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા માટે નવો એક્શન પ્લાન રજૂ કર્યો, જેમાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવા, દબાણ હટાવવા અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
- TV9 Gujarati
- Updated on: Sep 29, 2026
- 9:32 pm
વડોદરામાં ટીપી 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ, સ્થાનિકોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ- Video
વડોદરામાં ટાઉન પ્લાનિંગ 13ની અંદર આવતા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ ફરી પ્રબળ બની છે. અન્ય ધર્મના લોકોની સંખ્યા વધી હોવાથી મુશ્કેલી પડતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. આ માગને લઈને સ્થાનિકોએ અકોટા સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 28, 2026
- 9:20 pm
Breaking News : વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, મહિલાના ગળામાંથી ચેન છીનવી સ્નેચરો ફરાર
મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ શખ્સે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી. ઘટનામાં તેનો અન્ય એક સાગરિત બાઈક લઈને નજીકમાં ઉભો રહ્યો હોવાનું CCTVમાં દેખાઈ રહ્યું છે
- TV9 Gujarati
- Updated on: Sep 27, 2026
- 1:15 pm
Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને
વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવ પાસે VMC પદાધિકારીઓની ગાડી રોકવામાં આવતાં પોલીસ અને મનપા સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને મહિલા ડીસીપી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
- Sachin Agrawal
- Updated on: Sep 26, 2026
- 6:36 pm
Breaking News: વડોદરાના માનુષ શાહે Asian Games 2026માં જીત્યો બ્રોન્ઝ મેડલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
એશિયન ગેમ્સ 2026માં ભારતના ટેબલ ટેનિસ ખેલાડી માનુષ શાહ અને દિયા ચિતલેએ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વડોદરાના માનુષ શાહના આ શાનદાર પ્રદર્શન બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શુભેચ્છા પાઠવી છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં દુનિયાની નંબર-4 જોડી સામે શાનદાર જીત મેળવી હતી.
- Smit Chauhan
- Updated on: Sep 25, 2026
- 6:07 pm
Breaking News: વડોદરાવાસીઓને મોટી રાહત, અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને કેન્દ્રીય રેલવે બોર્ડની બેઠકમાં મંજૂરી મળી છે. આ ઓવરબ્રિજ બન્યા બાદ શહેરના અલકાપુરી અને રેલવે સ્ટેશન વિસ્તાર વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવામાં મદદ મળશે.
- TV9 Gujarati
- Updated on: Sep 25, 2026
- 11:53 am
Breaking News : હોસ્પિટલમાં સ્ટ્રેચર-વ્હીલચેર શોભાના ગાંઠિયા સમાન! વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે. સ્ટ્રેચર અને વ્હીલચેર સાંકળથી બાંધેલી હાલતમાં મળતા દર્દીઓને ચાલીને જવા મજબૂર થવું પડે છે.
- TV9 Gujarati
- Updated on: Sep 22, 2026
- 6:29 pm
Breaking News : વડોદરાના ઓટો ડ્રાઈવરની દીકરીએ તુર્કીમાં જીત્યો ગોલ્ડ મેડલ
Wrestler Himani Hirani : ગુજરાતની હિમાની હિરાનીએ તુર્કીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. તો ચાલો ઓટો ડ્રાઈવરની દીકરી હિમાનીના સંધર્ષ અને સફળતાની સ્ટોરી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 22, 2026
- 10:07 am
72nd National Film Awards : 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો? TV9ના સંજીવ શ્રીવાસ્તવને પણ સન્માન મળશે
72nd National Film Awards: ભારતીય સિનેમામાં સર્વોચ્ચ સન્માન 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહ્યા છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે. તમે તેને ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો
- Nirupa Duva
- Updated on: Sep 22, 2026
- 8:33 am