ગુજરાત

ગુજરાત

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.

ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.

ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.

 

Read More

Richest City : અમદાવાદ પછી, આ છે ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર, જાણી લો નામ

ગુજરાતમાં અમદાવાદ સૌથી ધનિક શહેર છે. અમદાવાદનું GDP $68 બિલિયન છે. મહત્વનું છે કે આ સિવાય ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર છે. જે શહેર ભારતમાં ધનિક શહેરની યાદીમાં 9મા ક્રમે આવે છે.

ઉંમર એમના માટે માત્ર એક આંકડો…રિટાયરમેન્ટની વયે પહોંચેલી ‘દરિયાખેડુ’ મહિલાઓની અનોખી સિદ્ધિ !

શિયાળામાં લોકો ઠંડીને કારણે ન્હાવા માટે પણ બે વાર વિચાર કરતા હોય છે, ત્યારે અમદાવાદની 6 મહિલાઓ સમુદ્રમાં તરવાનું સાહસ ખેડી મેડલ પણ જીત્યા છે. પોતાના પરિવાર, ઓફિસ અને બિઝનેસની સાથે રિટાયરમેન્ટને બદલે સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં ભાગ લેનારી આ મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી છે.

Jamnagar : સાંઢિયા પુલ પાસે અને કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું, જુઓ Video

જામનગરના સાંઢિયા પુલ પાસેથી દબાણો દૂર કરાયા છે. કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યું છે. દબાણ હટાવવા મનપાએ બે મહિના પહેલા નોટીસ આપી હતી. કાર્યવાહી ન થતાં બાળકોના ટોયલેટ તોડી પાડવામાં આવ્યા છે.

Amreli : ખેડૂત બાળકોને પાંજરામાં ઊંઘાડવા મજબૂર, દીપડાથી બચાવવા નવતર પ્રયોગ, જુઓ Video

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ખેતર વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત ફેલાઇ છે. બાળકો ઊંઘતા હોય તે જ સમયે દીપડો આવીને ઉપાડી જાય તેવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે બાળકોના બચાવ માટે ખેડૂતો અને ખેતમજૂરોએ નવો પ્રયોગ હાથ ધર્યો છે.

Video : સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ, બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું ફુલેકું ફેરવ્યું, જાણો સંપૂર્ણ ઘટના

ગુજરાત જાણો કૌભાંડનું રાજ્ય બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યુ છે. 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Banaskantha : લક્કી ડ્રોના આયોજકો સામે થરાદ પોલીસ જાતે બની ફરિયાદી, 5 ગુના નોંધી તપાસ હાથ ધરાઈ, જુઓ Video

બનાસકાંઠાના સેદલા ગામે યોજાસેલા લક્કી ડ્રોના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. આયોજકો વિરુદ્ધ થરાદ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે. લક્કી ડ્રોના આયોજકો વિરુદ્ધ જિલ્લામાં કુલ 5 ગુના નોંધાયા છે.

Breaking News : ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, જુઓ Video

ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમબ્રાન્ચે આરોપીને દબોચ્યો હતો. આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતા હતો તે વખતે ક્રાઈમબ્રાન્ચે આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે.

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં કેટલી રહેશે ઠંડી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. આગામી 2 દિવસમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

18 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજ્યના અનેક શહેરોમાં ગેરકાયદે કરાયેલા દબાણો પર દાદાની ઝીરો ટોલરન્સની નીતિ, અસંખ્ય રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો પર ફર્યુ બુલડોઝર, કરાયા ધ્વસ્ત

આજે 18 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

સુરતમાં કાર પલટી મારી જતા એક વિદ્યાર્થિનીનું મોત, અન્ય ત્રણને આવી નાની-મોટી ઈજા, કારચાલક રાહુલની ધરપકડ- Photos

સુરતમાં એક કાર અકસ્માતમાં 17 વર્ષીય દિશા જૈનનું મૃત્યુ થયું અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ઘટના ડાયમંડ બુર્સ પાસે બની હતી. પોલીસ તપાસ ચાલી રહી છે જેમાં કારની સ્પીડ અને કારનું બેલેન્સ જવાબદાર હોઈ શકે છે. હાલ દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા, જુઓ Video

Lion In School : શાળામાં આંટાફેરા મારતાં સિંહ શાળાના ઉપરના ભાગે જવાના પગથિયા પર ચડ્યો હતો, પરંતુ ઉપરના ભાગે શાળાના ઓરડાઓ બંધ હોવાથી સામેના ભાગના પગથિયા પરથી નીચે ઉતરી ગયો હતો.

Dahod : જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની અપાઈ નોટિસ, જુઓ Video

દાહોદમાં જમીન NA કૌભાંડ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદમાં આવેલા કસ્બા અને સાગા ફળિયામાં મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. ખાનગી સરવે નંબરને સરકારી સરવે નંબરમાં ભેળવી બાંધકામ કરવામાં આવ્યું હતુ.

અમદાવાદમાં જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટના લૂંટારૂઓની ધરપકડ, આ મજબૂત કડી દ્વારા પોલીસને મળ્યુ આરોપીઓનુ પગેરુ

અમદાવાદના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટને અંજામ આપ્યા બાદ પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી અને આરોપીઓ કઈ પ્રકારે, ક્યાં નાસી ગયા હતા. જોઈએ લૂંટ પાછળની અસલી કહાની.

હવે દારુ પણ નકલી ! કડીમાંથી ઝડપાઇ નકલી દારૂ બનાવતી ફેક્ટરી, જુઓ Video

હવે તો ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી દારુ પકડાયો છે. મહેસાણામાંથી મેડ ઈન કડીનો નકલી દારુ ઝડપાયો છે. કડીમાંથી નકલી દારુ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. કડીના અચરાસણના ખેતરમાં નકલી દારુ બનાવવાની ફેકટરી ચાલતી હતી.

Dang : ભરશિયાળે ડાંગમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">