આઈપીએલ
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.
IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.
IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.