સાબરકાંઠા: રાજ્ય સરકાર દ્વારા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના 406 હડતાલીયા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે 55 કર્મચારીઓ પાસેથી ચોક્કસ મુદ્દાઓ પર ખુલાસો માંગવામાં આવ્યો છે.
આરોગ્ય કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને ગેરવાજબી ગણાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે તેમની હડતાળ દમન કરવાનો આ પ્રયાસ છે. હડતાલીયા કર્મચારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ સરકારના નિર્ણય સામે નમતા નહિ અને હડતાળ યથાવત રાખશે.
આરોગ્ય વિભાગે અગાઉ પણ અનેક કર્મચારીઓને નોટિસ પાઠવી હતી, પણ હડતાલીયાઓએ પોતાના હક્ક માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે, અને સરકારના આ પગલાને લઈ રાજકીય અને સામાજિક વલયો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.