Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 GT vs PBKS : પંજાબ કિંગ્સે જીત સાથે કરી શરૂઆત, ગુજરાતને તેના જ ઘરમાં 11 રનથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2025 | 11:22 PM

આજે 25  માર્ચને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

IPL 2025 GT vs PBKS : પંજાબ કિંગ્સે જીત સાથે કરી શરૂઆત, ગુજરાતને તેના જ ઘરમાં 11 રનથી હરાવ્યું
IPL 2025 GT vs PBKS

આજે 25  માર્ચને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Mar 2025 11:21 PM (IST)

    પંજાબ કિંગ્સે ગુજરાતને હરાવ્યું

    પંજાબ કિંગ્સે જીત સાથે કરી શરૂઆત, ગુજરાતને તેના જ ઘરમાં 11 રનથી હરાવ્યું

  • 25 Mar 2025 11:06 PM (IST)

    બટલર આઉટ

    જોસ બટલરની દમદાર ફિફ્ટી ફટકારી આઉટ

  • 25 Mar 2025 11:04 PM (IST)

    જોસ બટલરની દમદાર ફિફ્ટી

    જોસ બટલરની દમદાર ફિફ્ટી, ગુજરાતને જીત માટે હજી 40 થી વધુ રનની જરૂર

  • 25 Mar 2025 10:30 PM (IST)

    સાઈ સુદર્શન 74 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, સાઈ સુદર્શન 74 રન બનાવી આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 25 Mar 2025 10:15 PM (IST)

    ગુજરાતનો સ્કોર 100 ને પાર, સાઈ સુદર્શનની ફિફ્ટી

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 રનને પાર, સાઈ સુદર્શનની દમદાર ફિફ્ટી, ગુજરાત ટાઈટન્સ હજી જીતથી 144 રન પાછળ

  • 25 Mar 2025 09:56 PM (IST)

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, શુભમન ગિલ 33 રન બનાવી આઉટ, મેક્સવેલે લીધી વિકેટ, શુભમન બાદ બટલર ક્રિઝ પર, સુદર્શન હજી ક્રિઝ પર, પાવરપ્લે બાદ ગુજરાત 61-1

  • 25 Mar 2025 09:52 PM (IST)

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર, શુભમન ગિલ-સાઈ સુદર્શનની દમદાર બેટિંગ, શુભમન ગિલે માર્કો જેન્સનની બોલિંગમાં જોરદાર સિક્સર ફટકારી

  • 25 Mar 2025 09:37 PM (IST)

    સાઈ સુદર્શનની આક્રમક બેટિંગ

    ગુજરાત ટાઈટન્સની મજબૂત શરૂઆત, સાઈ સુદર્શનની આક્રમક બેટિંગ, દમદાર સિક્સર ફટકારી

  • 25 Mar 2025 09:15 PM (IST)

    ગુજરાતને જીતવા 244 રનનો ટાર્ગેટ

    પંજાબ કિંગ્સની ધમાકેદાર બેટિંગ, ગુજરાતને જીતવા 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યર 97 રન, શશાંક 16 બોલમાં 44 રન, મેચની અંતિમ ઓવર સિરાજે ફેંકી, જેમાં શશાંકે 5 ચોગ્ગા ફટકાર્યા, કુલ 23 રન આપ્યા

  • 25 Mar 2025 09:02 PM (IST)

    પંજાબ કિંગ્સનો સ્કોર 200 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 200 ને પાર, કેપ્ટન શ્રેયસ અય્યર સદીની નજીક, શ્રેયસ બાદ શશાંકે ફટકારી દમદાર સિક્સરો

  • 25 Mar 2025 08:58 PM (IST)

    શ્રેયસ અય્યરની આક્રમક બેટિંગ

    શ્રેયસ અય્યરની આક્રમક બેટિંગ, સદીની નજીક પહોંચ્યો કેપ્ટન, પંજાબ કિંગ્સ 200 ની નજીક, શ્રેયસ અય્યરે કૃષ્ણાની બોલિંગમાં ત્રણ સિક્સર, એક ફોર ફટકારી, ઓવરમાં કુલ 24 રન ફટકાર્યા

  • 25 Mar 2025 08:45 PM (IST)

    સાઈ કિશોરની ત્રીજી વિકેટ

    માર્કસ સ્ટોઈનિસ 20 રન બનાવી આઉટ, સાઈ કિશોરની ત્રીજી વિકેટ, સાઈ કિશોરે સ્ટોઈનિસને કર્યો કેચ આઉટ

  • 25 Mar 2025 08:44 PM (IST)

    પંજાબનો સ્કોર 150 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 150 ને પાર, શ્રેયસ અય્યર-માર્કસ સ્ટોઈનિસની આક્રમક બેટિંગ, શ્રેયસ અય્યરે સિરાજની બોલિંગમાં ફટકાર્યો જોરદાર સિક્સર

  • 25 Mar 2025 08:36 PM (IST)

    શ્રેયસ અય્યરની ફિફ્ટી

    પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની આક્રમક ફિફ્ટી, રાશિદ ખાનની ઓવરમાં બે બોલમાં બે સિક્સર ફટકારી

  • 25 Mar 2025 08:24 PM (IST)

    પંજાબ કિંગ્સને બે બોલમાં બે ઝટકા

    પંજાબ કિંગ્સને બે બોલમાં બે ઝટકા, ઓમરઝાઈ બાદ મેક્સવેલ 0 પર આઉટ, સાઈ કિશોરે લીધી વિકેટ, સાઈ કિશોર હેટ્રીક બોલ પર

  • 25 Mar 2025 08:22 PM (IST)

    ઓમરઝાઈ 16 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો, ઓમરઝાઈ 16 રન બનાવી આઉટ, સાઈ કિશોરે લીધી વિકેટ

  • 25 Mar 2025 08:13 PM (IST)

    9 ઓવર બાદ પંજાબ 96/2

    9 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 96/2, શ્રેયસ અય્યર ઓમરઝાઈ ક્રિઝ પર

  • 25 Mar 2025 07:45 PM (IST)

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, કાગીસો રબાડાએ પ્રભસિમરન સિંહને કર્યો આઉટ

  • 25 Mar 2025 07:43 PM (IST)

    પ્રિયાંશનો કેચ ડ્રોપ

    બીજી ઓવરના ચોથા બોલ પર ગુજરાતે વિકેટ લેવાની તક ગુમાવી દીધી. કાગીસો રબાડાના બોલ પર પ્રિયાંશે ઊંચો શોટ રમ્યો પરંતુ રાશિદ ખાન અને અરશદ ખાન વચ્ચે મૂંઝવણને કારણે કેચ ચૂકી ગયો. ઓવરના છેલ્લા બોલ પર અરશદની ખોટી ફિલ્ડિંગને કારણે બાઉન્ડ્રી આવી.

  • 25 Mar 2025 07:25 PM (IST)

    પંજાબ કિંગ્સ પ્લેઈંગ 11

    પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

  • 25 Mar 2025 07:23 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    શુભમન ગિલ, સાઈ સુદર્શન, જોસ બટલર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

  • 25 Mar 2025 07:14 PM (IST)

    બે ખેલાડીઓનું IPL ડેબ્યૂ

    આજની મેચમાં બે ખેલાડીઓ IPLમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. દિલ્હી પ્રીમિયર લીગમાં વિસ્ફોટક બેટિંગ કરનાર પ્રિયાંશ આર્ય અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈને ચેમ્પિયન બનાવનાર ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે પહેલી વાર IPLમાં રમી રહ્યા છે. બંને પંજાબ કિંગ્સનો ભાગ છે.

  • 25 Mar 2025 07:13 PM (IST)

    શ્રેયસ અય્યર પંજાબની કરશે કપ્તાની

    પહેલીવાર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહેલા શ્રેયસ અય્યરે પણ કહ્યું છે કે તે 3 ફાસ્ટ બોલરો સાથે જઈ રહ્યો છે.

  • 25 Mar 2025 07:12 PM (IST)

    ગુજરાત પ્રથમ બોલિંગ કરશે

    ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ ટોસ જીત્યો છે. ગિલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ટીમ 4 ઝડપી બોલરો અને 2 સ્પિનરોના કોમ્બિનેશન સાથે આવી રહી છે.

  • 25 Mar 2025 07:05 PM (IST)

    ગુજરાતે ટોસ જીત્યો

    ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પાસનદ કરી, પંજાબ કિંગ્સ પહેલા કરશે બેટિંગ

  • 25 Mar 2025 06:37 PM (IST)

    ભાજપના ધારાસભ્ય કિશોક કાનાણીએ સરકારના કાન આમળ્યાં

    વિધાનસભા ગૃહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ, સરકારી તંત્રની પોલ ખોલી હતી. કિશોર કાનાણીએ Pmjay કાર્ડ મામલે ગૃહમાં ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, સર્વર ડાઉનના નામે ચાર-પાંચ દિવસ સુધી pmjay કાર્ડ એક્ટિવ નથી થતા. જેના કારણે દર્દીની હોસ્પિટલમાં સારવાર નથી થતી. જાહેર રજાના દિવસે પણ કાર્ડમાં સુધારા વધારા નથી કરાવી શકાતા. જેથી સરકાર કચેરીઓ pmjay ની 24 કલાક ચાલું રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

  • 25 Mar 2025 05:25 PM (IST)

    ભાવનગરના મહુવાના કસાણ ગામના વાડી વિસ્તારમાં બાળક પર દીપડાનો હુમલો

    ભાવનગરના મહુવાના કસાણ ગામના વાડી વિસ્તારમાં બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. ખેતમજૂરી કરતા પરિવારના બાળક પર ખૂંખાર દિપડાએ હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યો છે. બાળકને માથા તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થવા પામી હતી. સારવાર માટે ગુંદાણા ગામના આરોગ્ય સેન્ટરમાં ઈજાગ્રસ્ત બાળકને ખસેડાયો છે.

  • 25 Mar 2025 05:23 PM (IST)

    વલસાડના રોયલ તલાટ ગામે ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ ગુજારીને કરી હત્યા

    રોયલ તલાટ ગામે ભત્રીજાએ કાકીની કરપીણ હત્યા કરી છે.કાકીની એકલતાનો લાભ લઈને ભત્રીજાએ ગુજાર્યુ હતુ દુષ્કર્મ. દુષ્કર્મ બાદ આરોપી ભગવાન કે જે મૃતક મહિલાનો ભત્રીજા થાય તેણે કાકીની ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી ભગવાન રીઢો ગુનેગાર છે. અગાઉ 2014માં મિત્રની હત્યા કરી હોવાનો આરોપ હતો, પરંતુ સાક્ષીઓના અભાવે તે છૂટી ગયો હતો.

  • 25 Mar 2025 03:51 PM (IST)

    લો બોલો, અમદાવાદમાં દ્વિચક્રી વાહનચાલકને હેલ્મેટ ના પહેરવા બદલ ફટકારાયો 10 લાખનો દંડ

    અમદાવાદમાં ટ્રાફિક શાખાની ભૂલનો ભોગ એક દ્વિચક્રી વાહનચાલક બન્યો છે. ટુ વ્હીલર ચાલકને ટ્રાફિક ભંગ બદલ ભૂલથી 10 લાખનો દંડ ફટકારાયો છે. ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટ ના પહેરનાર એક્ટિવા ચાલકને 10 લાખ 500 દંડ ફટકારવામાં આવ્યો છે. શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક અનિલ હડિયા પકડ્યો હતો. ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો પાઠવ્યો હતો. જુલાઈ 2024 માં દંડ ફટકાર્યો હતો. ટુ વ્હીલર ચાલક કોર્ટ અને પોલીસ કમિશનર કચેરીએ, આ 10 લાખનો દંડ ઓછો કરવા માટે ધક્કા ખાઈ રહ્યો છે. હેલ્મેટ ના પહેરવા બદલ લાખોનો ખોટો દંડ ફટકાર્યો હોવાની રજૂઆત પોલીસ તંત્રના બહેરા કાને અથડાતી નથી.

  • 25 Mar 2025 03:37 PM (IST)

    ગાંધીધામ-બાંદ્રા અને ભાવનગર બાંદ્રા સાપ્તાહિક ટ્રેન હવે 26 જૂન સુધી દોડશે

    મુસાફરોના ધસારા અને માંગણીને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા, કચ્છના ગાંધીધામથી મુંબઈના બાંદ્રા સુધી દોડતી સાપ્તાહિક ટ્રેન, તેમજ ભાવનગર અને બાંદ્રા સુધી દોડતા સાપ્તાહિક ટ્રેન હવે આગામી 26મી જૂન સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન અગાઉ 27મી માર્ચ સુધી લંબાવવામાં આવેલ હતી. ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.

    ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 27 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 28મી માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27મી જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.

  • 25 Mar 2025 03:06 PM (IST)

    વિક્રમ ઠાકોરની ફરિયાદ બાદ હવે ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા 27 માર્ચે રાજ્યભરના કલાકારોને વિધાનસભા ખાતે બોલાવાશે

    આગામી 27મી માર્ચને વિશ્વ રંગમંચ દિવસે, ગુજરાતભરના કલાકારોને ગુજરાત વિધાનસભા આવવા આમંત્રણ પાઠવવામાં આવશે. ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રમુખ જનક ઠક્કરની આગેવાનીમાં કલાકારો ગુજરાત વિધાનસભા આવશે અને વિધાનસભાની કાર્યવાહી નીહાળશે. વિધાનસભાની કામગીરી નિહાળ્યા બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં CM, મુળુ ભાઈ બેરા સહિત તમામ લોકો વિવિધ કલાકારો સાથે કરશે મુલાકાત. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ કલાકાક વિક્રમ ઠાકોરે, ઠાકોર સમાજના કલાકારોને સરકારે વિધાનસભા બોલાવ્યા ના હોવાની જાહેર ફરિયાદ કરી હતી.

  • 25 Mar 2025 02:09 PM (IST)

    રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં બે આરોપીને 7 વર્ષ સજા

    રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. ગૌ હત્યાના બે આરોપીઓને 7 વર્ષ સજા ફટકારી. આરોપી ઇમરાન શેખ, મોશીન શેખ સામે સજા ફટકારી છે. બંને આરોપી 1 લાખ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા થશે. 2023માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો.

  • 25 Mar 2025 01:57 PM (IST)

    રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે તપાસ શરૂ

    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે તપાસ શરૂ થઈ છે. વિદ્યાર્થીનીઓએ દ્વિઅર્થી કમેન્ટ અને જૂથપક્ષપાતનો આક્ષેપ કર્યો છે. કુલપતિએ વિભાગના વડાથી અભિપ્રાય માંગ્યો છે, અને મહિલાઓના આયોગે પણ તપાસનો આદેશ આપ્યો છે. ફરિયાદીના નામોની ખરાઇ કરવાની કામગીરી ચાલી રહી છે.

  • 25 Mar 2025 01:17 PM (IST)

    સુરત: સચિન GIDCમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયુ

    સુરત: સચિન GIDCમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસે 8 શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. 8 દુકાનદારો પાસે 52 ગેસના બોટલ જપ્ત કરાયા છે. વિવિધ કંપનીના ગેસના બોટલો અને રીફિલિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા. લોકોના જીવને જોખમ થાય તે રીતે બોટલ રીફિલિંગ કરતા હતા. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • 25 Mar 2025 12:11 PM (IST)

    સુરતઃ મનપા દ્વારા ફાયર વિભાગને અદ્યતન બનાવવાની તૈયારી

    સુરતઃ મનપા દ્વારા ફાયર વિભાગને અદ્યતન બનાવવાની તૈયારી છે. 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાનું આયોજન છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટનાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. રેસ્ક્યૂ માટે થર્મલ કેમેરા ડ્રોન ખરીદવાનો નિર્ણય  લેવાયો છે. ડ્રોન દ્વારા ઝડપથી રેસ્ક્યૂ કામગીરી કરી શકાશે.

  • 25 Mar 2025 11:26 AM (IST)

    પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારી સામે સરકારે લીધા પગલા

    પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારી સામે સરકારે પગલા લીધા છે. સાબરકાંઠાના આંદોલનકારી કર્મીને છૂટા કરવાનો આદેશ આપ્યો. આરોગ્ય સંધ મહામંત્રીને છૂટા કરવા આદેશ અપાયો છે. આરોગ્ય વિભાગે અગાઉ કર્મચારીઓને નોટિસ પાઠવી હતી. આરોગ્યકર્મીઓએ આંદોલન યથાવત રાખતા સરકારે નિર્ણય કર્યો છે. આરોગ્ય કર્મચારીઓએ સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો.

  • 25 Mar 2025 11:18 AM (IST)

    સુરતઃ મહિલા કારચાલકે કર્યો અકસ્માત

    સુરતઃ મહિલા કારચાલકે અકસ્માત કર્યો. સિંગણપોર વિસ્તારમાં ડિવાઈડર સાથે કાર અથડાવી હતી. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 25 Mar 2025 10:11 AM (IST)

    અમદાવાદ: વધુ એક નબીરાએ નશામાં મચાવ્યો આતંક

    અમદાવાદ: વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હતો. હિમાલયા મોલ પાસે ‘થાર’ ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માત બાદ રાહદારી સાથે મારામારી પણ કરી. ઘટના બાદ લોકોના ટોળાએ કાર ચાલકને આડેહાથ લીધો. વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી. કાર ચાલકની ધરપકડ કરીને 2 ફરિયાદ નોંધી.

  • 25 Mar 2025 09:00 AM (IST)

    ન્યુઝીલેન્ડમાં 6.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

    આજે ન્યુઝીલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તે જ સમયે ઊંડાઈ 10 કિલોમીટર રહી છે. આ ભૂકંપ દેશના રિવરટનમાં આવ્યો હતો.

  • 25 Mar 2025 07:57 AM (IST)

    અમદાવાદઃ એરપોર્ટ ઉપરથી પકડાયું 2 કરોડ 76 લાખનું સોનું

    અમદાવાદમાં અબુ ધાબીથી આવેલા બે પેસેન્જરો પાસેથી 2 કરોડ 76 લાખ રૂપિયાનું સોનું પકડાયું છે. કુલ 3 કિલો જેટલું સોનું ગોલ્ડ બારના સ્વરૂપમાં લાવવામાં આવ્યું હતું જ્યારે 2 સોનાની ચેઈન અને એક સોનાનો સિક્કો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સોનું પકડાય નહીં તે માટે જિન્સના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડવામાં આવ્યું હતું આ સાનાને સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરી દેવામાં આવ્યું હતું જેથી સોનું સ્કેનિંગમાં ન આવે.

  • 25 Mar 2025 07:39 AM (IST)

    અગનભઠ્ઠીમાં શેકાયા રાજ્યના શહેરો

    રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના શહેરો અગનભઠ્ઠીમાં શેકાયા॥ 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યા છે. 41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ, ભુજ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન છે.

Published On - Mar 25,2025 7:29 AM

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">