CSK vs MI : કોણ છે 24 વર્ષનો વિગ્નેશ પુથુર જેમણે ચેન્નાઈ સુપર કિંગ્સને ચિંતામાં નાંખ્યું હતુ
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 24 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનરને આઈપીએલમાં ડેબ્યુ કરાવ્યું હતુ. પ્રથમ મેચમાં આ યુવા બોલર પોતાના પ્રદર્શનથી ચર્ચામાં છે. તેની શાનદાર બોલિંગ જોઈ ચાહકો હેરાન રહી ગયા હતા. તો ચાલો જાણીએ કોણ છે આ બોલર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં હાર મળી છે. મુંબઈની ટીમ માત્ર 155 રન બનાવી શકી હતી. મુંબઈએ 24 વર્ષના એક સ્પિનરને રોહિત શર્માના ઈમ્પેક્ટ સબ્સિટટ્યુટ તરીકે ઉતાર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમણે ડેબ્યુ કર્યું છે.

પહેલી વખત સીનિયર ક્રિકેટ રમતમાં રમી રહેલા આ ખેલાડીએ પ્રથમ 3 ઓવરમાં 3 વિકેટ લીધી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને મુશ્કેલીમાં નાંખ્યું હતુ. તો કોણ છે આ બોલર જેમણે પોતાના આઈપીએલ ડેબ્યુ મેચમાં સનસનાટી મચાવી દીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સે જે બોલરને આઈપીએલમાં ડેબ્યુ કરવાની તક આપી છે. તેનું નામ વિગ્નેશ પુથુર છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ખેલાડીને અત્યાર સુધી ઘરેલું ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી નથી.

આઈપીએલમાં પહેલી ઓવરમાં વિગ્નેશ પુથુરે ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. બીજી ઓવરમાં શિવમ દુબે અને ત્યારબાદ દિપક હુડ્ડા પુથુરનો શિકાર બન્યો હતો. આ રીતે વિગ્નેશ પુથુરે 4 ઓવરમાં માત્ર 32 રન આપી 3 વિકેટ લઈ ચર્ચામાં આવ્યો છે.

આ સફર વિગ્નેશ પુથુર માટે આટલી સરળ નહોતી, જેમણે પોતાના IPL ડેબ્યૂમાં જ તબાહી મચાવી દીધી હતી. એક ક્રિકેટર તરીકે, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે તે ખૂબ જ નાના પરિવારમાંથી આવે છે. તેના પિતા ઓટોરિક્ષા ચલાવે છે, જેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે.

જો આપણે વિગ્નેશ પુથુરની વાત કરીએ તો મેચ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સના મહાન વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની પણ વિગ્નેશની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યો નહીં.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ હાલમાં હાર્દિક પંડ્યા કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































