ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.