ટ્રાવેલ
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.