સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં રહી રોનક, સેન્સેક્સ 1,078.88 પોઈન્ટના ઉછળા સાથે થયું બંધ! જાણો તેજીના 5 કારણ
ભારતીય શેરબજારમાં બુધવારે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સમાં આજે 900 પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી પણ મજબૂતી સાથે બંધ થયો.

શેરબજારે સોમવારે એવી સિક્સર મારી કે દુનિયા જોતી રહી ગઇ. અમેરિકાની વોલ સ્ટ્રીટ હોય કે ચીનની શાંઘાઈ હોય કે હોંગકોંગ માર્કેટ. બધાએ જોયું કે એશિયાનો અસલી જાયન્ટ બીજું કોઈ નહીં પણ ભારતનું શેરબજાર છે. જેમાં સતત છઠ્ઠા દિવસે વૃદ્ધિ જોવા મળી હતી અને આ 6 દિવસમાં 5.5 ટકાથી વધુ વળતર આપ્યું હતું. શેરબજાર અહીં અટક્યું ન હતું. તેણે આ 6 દિવસમાં 27 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણકારોના ખિસ્સામાં નાખ્યા. નિષ્ણાતોના મતે વર્ષ 2025માં શેરબજારમાં થયેલા નુકસાનની આ રકમ છે. શેરબજાર ખૂબ જ ઝડપે તેની ભરપાઈ કરી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં સુધારો- અમેરિકાના બજારો સહિત વૈશ્વિક સ્તરે બજારોએ હકારાત્મક વલણ દર્શાવ્યું છે. ખાસ કરીને અમેરિકન માર્કેટમાં આવેલી તેજીના અસરથી ભારતીય શેરબજારમાં પણ સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે.

પેટ્રોલિયમ અને રિફાઈનિંગ ક્ષેત્રે તેજી- ખાસ કરીને ઓઇલ અને ગેસ ક્ષેત્રે રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સ્થિરતા અને રિફાઈનિંગ કંપનીઓના મજબૂત પરિણામોએ ઊર્જા ક્ષેત્રના શેરોમાં ખરીદી વધારી હતી.

એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો મજબૂત સપોર્ટ- વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII) અને ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) બંનેએ ભારતીય બજારમાં ખાસ્સી ખરીદી કરી હતી, જેના કારણે બજારમાં સતત રોકાણનો પ્રવાહ રહ્યો.

મેટલ અને બૅન્કિંગ શેરોનું દમદાર પરફોર્મન્સ- બૅન્કિંગ અને મેટલ ક્ષેત્રે ભારે ખરીદી જોવા મળી છે. ખાસ કરીને પીએસયૂ અને ખાનગી બેંકોના શેરોએ બજારમાં મજબૂત સપોર્ટ આપી દીધો છે. મેટલ ક્ષેત્રે પણ બજાર મજબુત રહ્યા

ભારતીય અર્થતંત્ર અંગે વિશ્વાસ- મુખ્ય આર્થિક આંકડાઓ સ્થિરતા રહી છે. દેશના મેક્રો ઇકોનોમિક ડેટામાં સુધારાની આશા અને સરકારી નીતિઓમાં સ્પષ્ટતા હોવાથી રોકાણકારોમા વિશ્વાસ વધ્યો છે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































