અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં ત્રણ ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિટેઈન કરીને રાખેલ કારમાં લાગેલી આગથી ત્રણ ગાડીઓ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ડિટેઈન કરાયેલા કારમાં આગ લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં ત્રણ ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાની ઘટનાથી ત્રણેય વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગના કારણો અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આગના કારણોને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે.