Travel tips : એપ્રિલમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો
ઉનાળા દરમિયાન ગુજરાતમાં મુસાફરી કરવી બેસ્ટ માનવામાં આવે છે. જો તમે પણ ઉનાળાની ઋતુમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ગુજરાતમાં જ ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ એપ્રિલ મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળો ક્યા ક્યા છે.

ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

ઉનાળાની ઋતુમાં ગુજરાત ફરવા માટે ખૂબ જ સારું સ્થળ માનવામાં આવે છે. અહીં દ્વારકા જેવા અદ્ભુત સ્થળો જ નથી, પરંતુ એવા અનેક સ્થળો પણ છે જે ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.તો ચાલો આજે આપણે એપ્રિલ મહિનામાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો જોઈએ.

પાલિતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખાસ કરીને જૈન સમુદાયનું અહીં તીર્થસ્થાન છે. આ ગુજરાતના ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ 50 કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. અમદાવાદથી પાલીતાણાનું અંતર 215 કિ. મી. છે. ટેક્સી અને બસ પણ મળી શકે છે.

દ્વારકાના સિગ્નેચર બ્રિજ સુદર્શન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ પ્રવાસીઓ દ્વારકાની મુલાકાતે આવે ત્યારે સિગ્નેચર બ્રિજની જરુર મુલાકાત લે છે.ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ કુલ લંબાઈ 2320 મીટર ધરાવે છે.2.32 કિમી લાંબા બ્રિજમાં અંદાજે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તખ્તેશ્વર મંદિર ભાવનગર શહેરમાં એક ટેકરી પર આવેલ છે. તે સફેદ આરસના પથ્થરમાંથી બનેલું ભગવાન શંકરનું મંદિર છે. આ મંદિર શહેરમા આવેલું સુંદર જોવા લાયક સ્થળ છે. આ મંદિર ઉંચાઇ પર આવેલ હોવાથી આખા શહેરનો સુંદર નજારો અહીંથી જોઇ શકાય છે.

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. અહીના જોવા લાયક સ્થળોની વાત કરવામાં આવે ઈડરનો ગઢ,ખેડબ્રહ્માનું અંબાજી અને બ્રહ્મા મંદિર,સપ્તેશ્વર,વિરેશ્વર,પોળો ફોરેસ્ટ છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































