Car Tips : કારમાં CNG ભરાવતી વખતે ગાડીમાંથી કેમ ઊતરવું પડે છે ? જાણો ચોંકાવનારું કારણ
CNG (Compressed Natural Gas) એક સ્વચ્છ અને ખર્ચ બચાવનાર ઈંધણ છે, જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર કરતાં વધુ પર્યાવરણને અનુકૂળ છે.તેમ છતાં, CNG સ્ટેશન પર વાહનમાંથી બધા લોકોને બહાર નીકળવાનું ફરજિયાત હોય છે.

CNG 200 થી 250 બાર (bar) દબાણ પર ભરવામાં આવે છે, જે સામાન્ય પેટ્રોલ અને ડીઝલ ટાંકીની તુલનામાં ઘણું વધુ છે. CNG ભરતી વખતે ટાંકીમાં તીવ્ર દબાણ વધે છે. જો ટેક્નિકલ ખામી હોય અથવા ગેસ લીકેજ થાય, તો ટાંકી ફાટી શકે છે કે વિસ્ફોટ થઈ શકે છે. લોકો બહાર હશે તો તેઓ આ જોખમથી સુરક્ષિત રહેશે. ( Credits: Getty Images )

CNG એક જ્વલનશીલ ગેસ છે. જો ગેસ લીક થાય અને આસપાસ કોઈ ચિંગારી કે ગરમીનો સ્ત્રોત હોય, તો આગ લાગવાની અને વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે. નાના પ્રમાણમાં પણ ગેસ લીકેજ થવાથી આસપાસ ઓક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે, જે શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે. ( Credits: Getty Images )

કેટલાક સમયે, માનવ શરીર પર અથવા કપડાં પર સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી (Static Electricity) એકઠી થઈ શકે છે. જો CNG ભરતી વખતે કોઈએ ગાડીની અંદર બેસીને હલનચલન કર્યું, તો સ્ટેટિક વીજપ્રવાહના કારણે સ્પાર્ક સર્જાઈ શકે છે, જે ગેસના સંપર્કમાં આવી આગ લગાડી શકે છે. તેથી CNG સ્ટેશનો પર મોબાઈલ ફોન, Lighters, અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગ પર પણ પ્રતિબંધ હોય છે. ( Credits: Getty Images )

CNG ભરતી વખતે વાહનનું એન્જિન બંધ રાખવું ફરજિયાત છે, કારણ કે એન્જિન ચાલુ હોય, તો તેનું તાપમાન વધી શકે છે અને જે આગ લાગવાનું કારણ બની શકે છે. ( Credits: Getty Images )

CNG ભરતી વખતે વાહનના અંદરના હવાના દબાણમાં થોડો ફેરફાર થાય છે, જે અલ્પસંખ્યક લોકો માટે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે.ખાસ કરીને અસ્થમા કે શ્વાસની બીમારી ધરાવતા લોકોને આ અસર વધુ થઈ શકે છે. મુસાફરો બહાર રહેશે, તો તેઓ તાજી હવામાં રહી શકશે. ( Credits: Getty Images )

CNG ભરણ દરમિયાન વાહનમાંથી બહાર નીકળવું એ સાવચેતી માટેનું અનિવાર્ય પગલું છે, જે તમારા અને અન્ય લોકોની સુરક્ષા માટે જરૂરી છે. ગેસ લીકેજ, સ્પાર્ક, હાઈ-પ્રેશર ધમાકા, અથવા અન્ય કોઈ પણ દુર્ઘટના થવાના જોખમને ઓછું કરવા માટે આ નિયમોને સખતાઈથી પાલન કરવું જોઈએ. ( Credits: Getty Images )
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..






































































