Budget 2025 : ભારતે બજેટમાં ‘પાડોશીઓ’નું પણ રાખ્યું ધ્યાન…આ દેશ પર વરસાવ્યો સૌથી વધુ પ્રેમ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું. આ બજેટમાં ભારતે તેના પાડોશી દેશો માટે પણ બજેટ ફાળવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારત દ્વારા તેના પાડોશી દેશો માટે બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે કયા દેશ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું. આ બજેટમાં ભારતે તેના પાડોશી દેશો માટે પણ બજેટ ફાળવ્યું છે.

વિદેશ મંત્રાલય (MEA)એ વિદેશી દેશોને સહાય માટે રૂ.5,483 કરોડ ફાળવ્યા છે, જે ગયા વર્ષના રૂ.5,806 કરોડ કરતા થોડા ઓછા છે. વિદેશ મંત્રાલયનું કુલ બજેટ 20,516 કરોડ રૂપિયા છે.

માલદીવ માટે ભારતે આ વર્ષે 600 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ગયા વર્ષ કરતાં 200 કરોડ વધુ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝોના ચૂંટણી વિજય બાદ ચીન તરફી વલણને કારણે તણાવને કારણે માલદીવ નવી દિલ્હી સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ગયા વર્ષે અફઘાનિસ્તાનને 200 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જે 2025-26માં ઘટાડીને 100 કરોડ રૂપિયા કરવામાં આવી છે. મ્યાનમારનું બજેટ 2024-25 માટે 250 કરોડ રૂપિયાથી વધારીને 2025-26 માટે 350 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. દેશમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે તેને 100 કરોડની વધુ સહાય આપવામાં આવી છે.

ભારતે નેપાળ માટે રૂ.700 કરોડની ફાળવણી જાળવી રાખી છે. તો આર્થિક મંદીમાંથી બહાર આવી રહેલા પાડોશી દેશ શ્રીલંકા માટે 245 કરોડ રૂપિયાથી વધારીને 300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ભારત 2025-26માં ભૂતાનને સૌથી વધુ મદદ પૂરી પાડશે. ભૂતાનને 2,150 કરોડ રૂપિયા મળશે. જે ગયા વર્ષના 2,068 કરોડ રૂપિયાના ફાળવણી કરતાં વધુ છે.

બાંગ્લાદેશની વાત કરીએ તો, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી મતભેદો વચ્ચે બાંગ્લાદેશને આપવામાં આવતી સહાયની રકમ 120 કરોડ રૂપિયા યથાવત રાખવામાં આવી છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































