AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, કમોસમી વરસાદની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 6:19 PM
Share

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથોસાથ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારના રોજ દાહોદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે, ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધારે રહેશે. કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

g clip-path="url(#clip0_868_265)">