AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તંત્રની આંખે પાટા કે સત્તાનો પ્રભાવ ? જો સામાન્ય માણસના ઘરે 'બુલડોઝર' ફરી શકે, તો પછી મેયરના પતિનું બે માળનું બાંધકામ કેમ સુરક્ષિત?

તંત્રની આંખે પાટા કે સત્તાનો પ્રભાવ ? જો સામાન્ય માણસના ઘરે ‘બુલડોઝર’ ફરી શકે, તો પછી મેયરના પતિનું બે માળનું બાંધકામ કેમ સુરક્ષિત?

| Updated on: Feb 18, 2026 | 4:19 PM
Share

સામાન્ય માણસનું નાનું એવું ઘર હોય તો તંત્ર તુરંત બુલડોઝર ફેરવી દે છે પણ મેયરના પતિનું બે માળનું બાંધકામ હોય તો બધું 'નિયમ મુજબ' થઈ જાય છે, આવું કેમ? શું કાયદો માત્ર ગરીબોને દબાવવા માટે જ છે?

રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં મેયરના પરિવારને લઈ એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના વર્તમાન મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયા દ્વારા કરવામાં આવી રહેલા એક બાંધકામને લઈને ‘ગેરકાયદેસર’ હોવાના દાવા સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સંત કબીર રોડ પર આવેલા ઇમિટેશન માર્કેટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક એક બે માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આક્ષેપ છે કે, આ ગેરકાયદેસર બાંધકામ મેયરના પતિ વિનોદ પેઢડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મેયરે આક્ષેપો ફગાવ્યા

વિવાદનું મુખ્ય કારણ એ છે કે, આ બાંધકામમાં એક પણ ફૂટનું માર્જિન છોડ્યા વગર નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મેયર નયના પેઢડિયાએ આ તમામ આક્ષેપો ફગાવ્યા છે. મેયર નયના પેઢડિયાનું કહેવું છે કે, “અમારી જમીન પર જ નિયમ મુજબ બાંધકામ કરવામાં આવી રહ્યું છે.”

તંત્રની કામગીરી પર સવાલ ઉઠયા

કોમર્શિયલ વિસ્તારમાં બાંધકામ માટેના નક્કી કરેલા નિયમો મુજબ માર્જિન છોડવું ફરજિયાત છે પરંતુ અહીં નિયમોને નેવે મૂકીને બાંધકામ શરૂ કરાયું છે. બીજું કે, જેમના માથે શહેરના કાયદા અને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી છે, તેમના જ પરિવારજનો દ્વારા આ પ્રકારે નિયમો તોડવામાં આવતા તંત્રની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">