Evil Eye Protection: નજર ઉતારતી વખતે શું બોલવું ? જાણો સાચો મંત્ર અને ઉપાય
આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને સમયાંતરે આવતાં રહે છે. પરંતુ કેટલીક વાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે સમસ્યાઓ એક પછી એક આવી પડે છે અને માણસ માનસિક રીતે પરેશાન થઈ જાય છે. ઘણા લોકો માનતા હોય છે કે આવું ખરાબ નજર અથવા નકારાત્મક ઊર્જાના પ્રભાવથી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં પરંપરાગત રીતે કેટલાક ઉપાયો અને મંત્રો બોલીને ખરાબ નજરનો અસર ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં અમે તમને સરળ રીતે સમજાવીશું કે નજર ઉતારતી વખતે શું બોલવું અને કેવી રીતે કરવું.

જો ઘરના કોઈ સભ્ય પર ખરાબ નજરનો પ્રભાવ હોય, તો તે વ્યક્તિ પંચમુખી હનુમાનજીનું લોકેટ ધારણ કરી શકે છે. સાથે સાથે હનુમાનજીના મંદિરે જઈને તેમની મૂર્તિના ખભા પર લગાવેલું સિંદૂર થોડું લઈને પોતાના કપાળ પર લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય વિશ્વાસ અને ભક્તિ સાથે કરવામાં આવે તો મનને શાંતિ મળે છે.

પંચમુખી લોકેટ પહેર્યા પછી હનુમાનજીની ભક્તિરૂપે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આવું કરવાથી નકારાત્મક અસર અને ખરાબ નજરથી રાહત મેળવી શકો છો ( Credits: Getty Images )

ખરાબ નજર દૂર કરવા માટે, ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિની આસપાસ લાલ મરચાં અને સરસવ હાથમાં લઈને પાંચ વખત ફેરવો. પછી આ બંને વસ્તુઓને અગ્નીમાં સળગાવી દો. માન્યતા મુજબ આ ઉપાય નકારાત્મક અસર ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. ( Credits: AI Generated )

શનિવારે ખરાબ નજરથી બચવા માટે શનિદેવનો મંત્ર “ૐ શં શનૈશ્ચરાય નમઃ” 108 વખત બોલવો શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ નિયમિત જાપ કરવાથી નકારાત્મક અસર ઓછી થાય છે.

શનિવારે ખરાબ નજર દૂર કરવાની પ્રથા અથવા મંત્ર જાપ પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. શરીર અને મન શુદ્ધ થયા પછી જ જાપ શરૂ કરવો શુભ માનવામાં આવે છે.

ખરાબ નજર દૂર કરવાની પ્રક્રિયા સાથે શનિદેવનો મંત્ર જાપ કરવાથી મુશ્કેલીઓ ઓછી થવામાં મદદ મળે છે એવી માન્યતા છે. નિયમિત જાપ મનને શાંતિ આપે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.

આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમારા મહત્વપૂર્ણ કામોમાં સફળતા મેળવી શકો છો માન્યતા મુજબ નિયમિત જાપ મનને શાંતિ આપે છે અને જીવનમાં ખુશીઓ આવે છે ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
