AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2026-27: ₹4.08 લાખ કરોડનું વિક્રમી અંદાજપત્ર; પંચસ્તંભ વિકાસથી ‘વિકસિત ગુજરાત’નો મજબૂત પાયો

મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે.

Gujarat Budget 2026-27: ₹4.08 લાખ કરોડનું વિક્રમી અંદાજપત્ર; પંચસ્તંભ વિકાસથી 'વિકસિત ગુજરાત'નો મજબૂત પાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:39 PM
Share

મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે. પંચસ્તંભ (સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ) પર આધારિત આ બજેટમાં આશરે ₹1,184 crore ની પુરાંત અંદાજવામાં આવી છે.

સર્વસમાવેશી વિકાસના ધ્યેય સાથે વિવિધ વિભાગો માટે નીચે મુજબ મોટી ફાળવણી કરવામાં આવી છે:

  1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ: રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સૌથી વધુ ₹25,403 crore ની જોગવાઈ.
  2. માર્ગ અને મકાન વિભાગ: આંતરમાળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટી મજબૂત કરવા ₹29,709 crore ફાળવવામાં આવ્યા.
  3. સામાજિક ન્યાય અને અધિકારીતા: સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે ₹7,086 crore ની જોગવાઈ.
  4. આદિજાતિ વિકાસ: આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ₹5,425 crore ની ફાળવણી.
  5. શ્રમ અને રોજગાર: કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો વધારવા માટે ₹2,902 crore ની જોગવાઈ કરવામાં આવી છે.

આ બજેટ ગુજરાતને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રેસર રાખવા અને ગ્રીન ગ્રોથ સાથે આર્થિક ગતિ આપવા પર કેન્દ્રિત છે. ટૂંકમાં, રજૂ થયેલ વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર સાચા અર્થમાં ‘વિકસિત ગુજરાત’નો પાયો નાખનારું છે. આ બજેટમાં કૃષિ અને પશુપાલન તેમજ ગૌ-સેવા માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે, જેમાં ખેડૂતોને આર્થિક ટેકો અને મત્સ્ય ઉદ્યોગ માટે ધિરાણની મોટી જોગવાઈઓ પણ છે.

ટેકનોલોજીનો ઉપયોગ વધશે

રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટી મજબૂત કરવા સાથે માળખાગત સુવિધાઓ, પ્રવાસન, સાંસ્કૃતિક વિરાસત અને યાત્રાધામ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નારીશક્તિ અને મહિલા સશક્તિકરણથી લઈને શિક્ષણ, શિષ્યવૃત્તિ તેમજ શ્રમિક કલ્યાણ સુધીના દરેક પાસાને આવરી લેવાયા છે. ગ્રીન ગ્રોથના વિઝન સાથે પર્યાવરણ, MSME, ઔદ્યોગિક વિકાસ અને સ્ટાર્ટઅપ (i-Hub) ને નવી ઊંચાઈએ લઈ જવા ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે.

આ ઉપરાંત, આવાસ યોજના હેઠળ 3,15,000 થી વધુ નવા આવાસો, સિંચાઈ અને જળ વ્યવસ્થાપન માટે કરોડોની ફાળવણી અને સરકારી કર્મચારીઓ માટે આરોગ્ય કવચ જેવી જાહેરાતો સાથે આ બજેટમાં કાયદો વ્યવસ્થા તેમજ ટેકનોલોજી-કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપીને દરેક વર્ગના ઉત્થાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

Breaking news: ગુજરાત બજેટ 2026-27 માટે કંસરી દેવી સાથે વારલી ચિત્રકલા વાળી અનોખી બજેટ પોથી થઈ પસંદ, જુઓ Photos

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">