Korean Web Series : રોમાંચ અને કોમેડીનો ‘કોમ્બો’ ! આ સિરીઝ જોઈને તમે જ કહેશો ‘વાહ ભાઈ વાહ’
વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવો રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

Lonely Enough to Love : આજના યુવા સમાજની એકલતા અને સંબંધોની ગૂંચવણને કેન્દ્રમાં રાખે છે. વાર્તા એક શેર હાઉસમાં રહેતા યુવાઓની છે, જ્યાં દરેક વ્યક્તિ બહારથી સફળ દેખાય છે, પરંતુ અંદરથી એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. Ji Hyun-wooનો કૂલ અને મૅચ્યોર પાત્ર તથા Kim So-eunની ભાવુક અભિવ્યક્તિ દર્શકોને જોડીને રાખે છે. સંબંધોમાં “કમિટમેન્ટનો ડર” અને “લવ vs લોનલીનેસ” વચ્ચેનો કોન્ફ્લિક્ટ ખૂબ રિયલ લાગી શકે છે. આ સીરિઝ યુવાનોમાં વધતી માનસિક એકલતાને નાજુક રીતે સ્પર્શે છે. મ્યુઝિક અને સ્લો-બર્ન રોમાન્સ તેની ખાસિયત છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

Into the World Again : આ ફેન્ટસી-રોમાન્સ ડ્રામામાં 19 વર્ષનો યુવાન અચાનક 12 વર્ષ બાદ પાછો આવી જાય છે પરંતુ દુનિયા બદલાઈ ગઈ હોય છે. પ્રેમ, સમય અને ભાગ્ય વચ્ચેની આ લવ સ્ટોરી ભાવનાત્મક રીતે અસરકારક છે. Yeo Jin-gooનું અભિનય ખાસ પ્રશંસનીય છે. Lee Yeon-hee સાથેની કેમિસ્ટ્રી નાજુક અને પ્રભાવશાળી લાગે છે. સમય અને પ્રેમ વચ્ચેની લડત દર્શાવતો આ શો ઇમોશનલ અને ફેમિલી ઓડિયન્સને ખાસ પસંદ પડે તેવો છે. આમાં Season 1 અને કુલ Episodes 40 છે,

365: Repeat the Year : થ્રિલર અને મિસ્ટ્રીનો શાનદાર મિશ્રણ. 10 લોકો પોતાની જિંદગીનું એક વર્ષ પાછું જીવી શકે છે પરંતુ દરેક નિર્ણય સાથે ભયાનક પરિણામો જોડાયેલા છે. Lee Joon-hyukનો ઇન્ટેન્સ અભિનય અને Nam Ji-hyunની સ્માર્ટ સ્ક્રીન પ્રેઝન્સ સ્ટોરીને મજબૂત બનાવે છે. દરેક એપિસોડમાં સસ્પેન્સ વધતું જાય છે. ટાઈમ-ટ્રાવેલ સાથે સાયકોલોજિકલ થ્રિલર ગમતા દર્શકો માટે આ સીરિઝ બિન્જ-વોચ માટે પરફેક્ટ છે. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

Pretty Ugly : આ ડ્રામા બ્યુટી સ્ટાન્ડર્ડ્સ અને પ્લાસ્ટિક સર્જરી જેવી સામાજિક સમસ્યાઓને સ્પર્શે છે. એક યુવતી પોતાનો દેખાવ બદલ્યા બાદ પણ સમાજની નજરથી બચી શકતી નથી. સામાજિક સંદેશ અને યુવા પ્રેમકથા બન્નેનો સુંદર સમન્વય. યુવા ઓડિયન્સમાં ખાસ લોકપ્રિય. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

King Love : ઈતિહાસ, રાજકારણ અને પ્રેમનું મિશ્રણ. ગોર્યો યુગની પૃષ્ઠભૂમિ પર આધારીત આ પ્રેમ ત્રિકોણ સ્ટોરી રાજકુમાર અને તેના મિત્ર વચ્ચેની વફાદારી અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ દર્શાવે છે. રોયલ ડ્રામા, રાજકીય કાવતરાં અને પ્રેમ ત્રણેય તત્વો આ સીરિઝને ગ્રાન્ડ બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 40 છે,

તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો
