AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન ! હવે માત્ર 15 સેકન્ડમાં હેક થઈ શકે છે તમારા બ્લૂટૂથ ઈયરફોન ; તમારી ખાનગી વાતો સાંભળવા માટે હેકર્સ વાપરે છે આ ટ્રીક…

સાયબર સુરક્ષા સંશોધકોએ એક નવો ખતરો શોધી કાઢ્યો છે, જેમાં હેકર્સ ગૂગલના ફાસ્ટ પેર ફીચરનો દુરુપયોગ કરી તમારા વાયરલેસ ઈયરબડ્સના માઈક્રોફોન પર કબજો કરી શકે છે. સોની, વનપ્લસ અને જેબીએલ જેવા મોટા બ્રાન્ડ્સ પર પણ જોખમ!

સાવધાન ! હવે માત્ર 15 સેકન્ડમાં હેક થઈ શકે છે તમારા બ્લૂટૂથ ઈયરફોન ; તમારી ખાનગી વાતો સાંભળવા માટે હેકર્સ વાપરે છે આ ટ્રીક...
Image Credit source: AI
| Updated on: Feb 17, 2026 | 8:18 PM
Share

જેમ-જેમ ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવી રહી છે, તેમ-તેમ તે નવી સુરક્ષા પડકારો પણ લાવી રહી છે. અત્યાર સુધી આપણે માત્ર ફોન હેક થવાથી ડરતા હતા, પરંતુ હવે તમારા કાનમાં લાગેલા વાયરલેસ ઈયરબડ્સ પણ સુરક્ષિત નથી. સાયબર સુરક્ષા નિષ્ણાતોએ ‘WhisperPair’ નામના એક એવા હુમલાની ચેતવણી આપી છે જે તમારી પ્રાઇવસીને જોખમમાં મૂકી શકે છે.

માત્ર 15 સેકન્ડમાં ખેલ ખતમ!

બેલ્જિયમની કેયુ લ્યુવેન યુનિવર્સિટીના સંશોધકોએ આ ખતરાની પુષ્ટિ કરી છે. નિષ્ણાતોના મતે, તમે રસ્તા પર ચાલતા હોવ કે મેટ્રોમાં સંગીત સાંભળતા હોવ, હેકર આશરે 50 ફૂટની દૂરીથી તમારા ડિવાઇસમાં ઘૂસણખોરી કરી શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ આખી પ્રક્રિયામાં 15 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.

મોટી બ્રાન્ડ્સ પર જોખમનું નિશાન

આ એટેક માત્ર નાના બ્રાન્ડ્સ પૂરતો મર્યાદિત નથી. OnePlus, Sony, JBL, Xiaomi, Nothing અને Marshall જેવી દિગ્ગજ કંપનીઓના હેડફોન પણ આ લિસ્ટમાં સામેલ છે. એકવાર હેકર તમારા ડિવાઇસ પર કંટ્રોલ મેળવી લે, પછી તે – તમારું મ્યુઝિક રોકી શકે છે, તમારી જાણ બહાર ઈયરફોનનું માઈક્રોફોન ચાલુ કરીને તમારી વાતો સાંભળી શકે છે., તમારું લોકેશન ટ્રેક કરી શકે છે.

ગૂગલનું ‘ફાસ્ટ પેર’ ફીચર બન્યું નબળી કડી

આશ્ચર્યની વાત એ છે કે હેકર્સ ગૂગલના ‘Fast Pair’ ફીચરનો દુરુપયોગ કરી રહ્યા છે. જે ફીચર બ્લૂટૂથ ડિવાઇસને ઝડપથી કનેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તે હવે હેકર્સ માટે ‘બેકડોર’ બની ગયું છે. આ ખતરો માત્ર એન્ડ્રોઇડ જ નહીં, પણ આઇફોન યુઝર્સને પણ અસર કરી શકે છે.

કઈ રીતે બચશો આ ડિજિટલ જાસૂસીથી?

  • બ્લૂટૂથ કંટ્રોલ: જ્યારે જરૂર ન હોય ત્યારે ફોનનું બ્લૂટૂથ બંધ રાખો. તેને હંમેશા ચાલુ રાખવું હેકર્સને આમંત્રણ આપવા સમાન છે.
  • અજાણી રિક્વેસ્ટ ન સ્વીકારો: જો અચાનક ફોન પર કોઈ અજાણ્યા ડિવાઇસને કનેક્ટ કરવાનો મેસેજ આવે, તો તેને તરત જ ‘Decline’ કરો.
  • ફર્મવેર અપડેટ: કંપનીઓ આવા ખતરાઓથી બચવા માટે સોફ્ટવેર અપડેટ્સ બહાર પાડે છે. તમારા હેડફોનની એપમાં જઈને ચેક કરો કે કોઈ નવું અપડેટ ઉપલબ્ધ છે કે નહીં.
  • જાહેર સ્થળોએ સાવધાની: ભીડભાડ વાળી જગ્યાએ નવા હેડફોન પેર કરવાનું ટાળો.

ડિજિટલ દુનિયામાં હવે આપણી પ્રાઇવસી માત્ર પાસવર્ડ સુધી મર્યાદિત નથી. આપણા નાના ગેજેટ્સની સુરક્ષા માટે પણ આપણે એટલું જ ગંભીર બનવું પડશે જેટલા આપણે આપણા બેંક ખાતા માટે રહીએ છીએ.

Top 70 AI Projects List : 60 દેશોમાંથી ટોપ-70 AI પ્રોજેક્ટ્સની પસંદગી, હેલ્થ અને એગ્રીકલ્ચરમાં લાવશે બદલાવ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
g clip-path="url(#clip0_868_265)">