AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડો ખેડૂતો માટે ખુશખબર : જાણો ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, આ રહી સંભવિત તારીખ

હોળી પહેલા ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ! પીએમ કિસાન યોજનાના 22 મા હપ્તાની રાહ જોઈ રહેલા 9 કરોડથી વધુ ખેડૂતો માટે મહત્વના અપડેટ્સ. તમારું e-KYC બાકી હોય તો આજે જ પૂર્ણ કરો, નહીં તો હપ્તો અટકી શકે છે. વધુ વિગતો માટે ક્લિક કરો

| Updated on: Feb 18, 2026 | 8:29 PM
Share
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 22 મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાછલા વર્ષોના સરકારી રેકોર્ડ અને હપ્તા વિતરણની પદ્ધતિ પર નજર કરીએ તો, કેન્દ્ર સરકાર સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં નાણાકીય સહાય જાહેર કરતી આવી છે. વર્ષ 2025 માં 19 મો હપ્તો 24 ફેબ્રુઆરીએ, 2024 માં 16 મો હપ્તો 28 ફેબ્રુઆરીએ અને 2023 માં 13 મો હપ્તો 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો હતો

1 / 5
યોજનાનો લાભ મેળવવા માટે સરકારે હવે નિયમોમાં વધુ કડકાઈ દાખવી છે, જેથી માત્ર  ખેડૂતોને જ સહાય મળી રહે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું e-KYC પૂર્ણ કર્યું નથી, તેમના હપ્તા અટકી જવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત, બેંક ખાતા સાથે આધાર કાર્ડનું લિંક હોવું અને 'આધાર સીડીંગ' સક્રિય હોવું અનિવાર્ય છે, કારણ કે સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી જ નાણાં મોકલે છે.

2 / 5
લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું અત્યંત આવશ્યક છે, કારણ કે સરકાર દર વખતે ડેટા ફિલ્ટર કરીને અપાત્ર નામો દૂર કરે છે. ખેડૂતો સત્તાવાર વેબસાઇટ પર 'Beneficiary List' વિભાગમાં જઈને પોતાના રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામની વિગતો ભરીને નવું લિસ્ટ જોઈ શકે છે. જો આ યાદીમાં નામ ન દેખાય, તો ખેડૂતોએ તાત્કાલિક પોતાની લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ. ઘણી વખત જમીનના રેકોર્ડમાં વિસંગતતા હોવાને કારણે પણ ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે.

3 / 5
આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા હવે ખેડૂતો માટે હપ્તાની સ્થિતિ જાણવી વધુ સરળ બની છે. 'Know Your Status' (KYS) સુવિધા દ્વારા ખેડૂતો તેમનો રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને જાણી શકે છે કે તેમનો આગામી હપ્તો કયા સ્ટેજ પર છે. આ ઉપરાંત, પીએમ કિસાન મોબાઈલ એપ અને 'કિસાન ઈ-મિત્ર' એઆઈ ચેટબોટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે ખેડૂતોને તેમની માતૃભાષામાં યોજના સંબંધિત પ્રશ્નોના ઉકેલ આપે છે. જો કોઈ ખેડૂતને પાછલા 21 મા હપ્તાના નાણાં ટેકનિકલ કારણોસર મળ્યા નથી, તો તમામ સુધારા બાદ તેમને 22 મા હપ્તા સાથે જૂની બાકી રકમ પણ મળી શકે છે.

4 / 5
પીએમ કિસાન યોજના એ વિશ્વની સૌથી મોટી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ પરિવારોને 3.70 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી પહોંચાડવામાં આવી છે. છેલ્લે 19 નવેમ્બરના રોજ 21 મો હપ્તો જાહેર કરાયો હતો, જેમાં 9.35 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વાર્ષિક 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચાઓમાં પાયાની મદદ પૂરી પાડે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળે છે.

5 / 5

પૃથ્વી પરનું સૌથી વિશાળકાય જીવંત વૃક્ષ, જાણો 2200 વર્ષ જૂના ‘જનરલ શેરમેન’ વૃક્ષનું રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">