અંબાજીમાં બાઇક ચોર ગેંગ ફરી સક્રિય બની. અંબાજીમાં નવીન ભોજનાલય પાસેથી અજાણ્યા શખ્સોએ બાઇકની ઉઠાંતરી કરી. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બે શખ્સો ભોજનાલયમાં જમીને બહાર નીકળ્યા બાદ બહાર પાર્ક કરેલી બાઇક લઇને ફરાર થઇ ગયા. સમગ્ર મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકની ઉઠાંતરી કરનારાઓની શોધખોળ શરૂ કરી છે.