AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પ્રધાનમંત્રી મોદી આજે “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026″નું ઉદ્ઘાટન કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 9:28 AM
Share

આજે 19 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

19 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : પ્રધાનમંત્રી મોદી આજે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે

LIVE NEWS & UPDATES

  • 19 Feb 2026 09:28 AM (IST)

    Stock Market News: આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉપર તરફ રહેશે

    આજે નિફ્ટીની સંભવિત દિશા – ઉપર તરફ રહેશે.

  • 19 Feb 2026 09:26 AM (IST)

    અમેરિકા: દક્ષિણ કેલિફોર્નિયામાં ભયાવહ હિમસ્ખલનમાં 8ના મોત

    અમેરિકાના California રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ભયાનક હિમસ્ખલનની દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે. Castle Peak વિસ્તારમાં આવેલા પર્વતીય વિસ્તારમાં એવલાન્ચ સર્જાતા કુલ 15 સ્કીઅર્સ ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 8 સ્કીઅર્સના મોત નિશ્ચિત થયા છે જ્યારે એક વ્યક્તિ હજી લાપતા હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ આ હિમસ્ખલનને રાજ્યના ઈતિહાસમાં સૌથી ઘાતક હિમસ્ખલન તરીકે ગણાવ્યું છે અને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે.

  • 19 Feb 2026 08:21 AM (IST)

    મથુરાઃ માર્ગ અકસ્માતમાં 4 યુવકોના મોત

    ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં માર્ગ અકસ્માતની દુઃખદ ઘટનામાં ચાર યુવકોના મોત થયા છે. મૃતકોમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને તમામ ચારેય એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ લગ્ન પ્રસંગે હાજરી આપવા રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરપાટ ઝડપે જઈ કેનાલમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

  • 19 Feb 2026 08:04 AM (IST)

    ન્યુજર્સીઃ એરક્રાફ્ટ ઇમરજન્સીને પગલે નેવાર્ક એરપોર્ટ કરાયું બંધ

    ન્યુજર્સીમાં આવેલા Newark Liberty International Airport પર એરક્રાફ્ટ ઇમરજન્સી સર્જાતા એક કલાક માટે તમામ ફ્લાઇટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. માહિતી મુજબ JetBlue Airwaysની ફ્લાઇટ નંબર 543 ઉડાન ભર્યા બાદ કોકપીટમાં અચાનક ધૂમાડો જોવા મળતા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, ત્યારબાદ વિમાનમાંથી મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા અને એક કલાકના શટડાઉન બાદ હવાઈ સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.

  • 19 Feb 2026 07:38 AM (IST)

    પ્રધાનમંત્રી મોદી આજે “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026″નું ઉદ્ઘાટન કરશે

    દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ચાલી રહી છે. આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ સવારે લગભગ 9:40 વાગ્યે યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને મુખ્ય વૈશ્વિક ટેક કંપનીઓના વડાઓ પણ હાજર રહેશે અને પોતાના વિચારો શેર કરશે.

આજે 19 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

Published On - Feb 19,2026 7:36 AM

g clip-path="url(#clip0_868_265)">