AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ, ગોધરામાં પણ માવઠુ થતા ખેડૂતોમાં ચિંતા વધી, જુઓ Video

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ, ગોધરામાં પણ માવઠુ થતા ખેડૂતોમાં ચિંતા વધી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 12:37 PM
Share

ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો અસર જોવા મળી રહી છે. સવારે ઠંડી અને બપોરે ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની પણ એન્ટ્રી થઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. 

પંચમહાલના ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, અને આ ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો દાહોદમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. લીમખેડા-રાબડાલ વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું છે, જે કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ છે. છવાયેલા વાદળોને જોઈને માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ અચાનક પલટાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

આ પણ વાંચો-Gujarat Budget 2026-27 Live Updatesના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
g clip-path="url(#clip0_868_265)">