AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Gujarat Budget 2026-27 માં હવે રસ્તા બનશે સ્મૂથ, સફર બનશે સરળ: 29709 કરોડનો સીધો ફાયદો જનતાને

રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનોના વિકાસ માટે 29709 કરોડની મહા જોગવાઇ. આ સમગ્ર આયોજન રાજ્યમાં સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આધુનિક માર્ગ વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ છે. માર્ગ અને મકાન ક્ષેત્રમાં આ વિશાળ રોકાણ રાજ્યના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને પ્રાદેશિક સંતુલિત વૃદ્ધિ માટે મજબૂત પાયા પુરવાર થશે

Breaking News : Gujarat Budget 2026-27 માં હવે રસ્તા બનશે સ્મૂથ, સફર બનશે સરળ:  29709 કરોડનો સીધો ફાયદો જનતાને
breaking news gujarat budget 2026 27 roads and building department gets major boost
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:23 PM
Share

રાજ્યના સર્વાંગી વિકાસ માટે માર્ગ અને પુલોના મજબૂત માળખાનું નિર્માણ અત્યંત જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29709 કરોડની વિશાળ જોગવાઇ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. નવા રસ્તાઓનું નિર્માણ, હાલના માર્ગોના અપગ્રેડેશન, પુલોની કામગીરી અને સરકારી મકાનોના મજબૂતીકરણ જેવા વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. ભારે ટ્રાફિક ધરાવતા તેમજ જરૂરીયાત મુજબના રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ કરવાની યોજના સાથે પરિવહન સુવિધા વધુ સુગમ અને ઝડપી બનાવવામાં આવશે.

માર્ગ અને પુલોના વિકાસ માટે મુખ્ય ફાળવણી

રાજ્યના માર્ગો અને પુલોની કામગીરી માટે 10008 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગામડાંઓને શહેરો સાથે વધુ સારા માર્ગસંપર્કથી જોડવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 5600 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આદિજાતિ વિસ્તારોમાં માર્ગ અને પુલોની સુવિધા મજબૂત બનાવવા માટે 950 કરોડ ફાળવાયા છે. અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેક્ટ માટે 1633 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 774 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રેલવે ક્રોસિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારણા

Dedicated Freight Corridor Corporation of India Limited તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધકામ માટે 500 કરોડની જોગવાઇ છે, જેનાથી અકસ્માતોમાં ઘટાડો અને ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે.

મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી અને સુરક્ષા વધારવા માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ અમલમાં મૂકવા 40 કરોડ ફાળવાયા છે. સાથે સાથે ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે 40 કરોડ અને ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ડેટા સંગ્રહ માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સરકારી મકાનો અને સુવિધાઓમાં સુધારો

અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે 312 કરોડ ફાળવાયા છે. ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોના મજબૂતીકરણ અને માળખાગત સુધારણા માટે 200 કરોડની જોગવાઇ છે.

સરકારી મકાનોમાં અનિવાર્ય વીજળીકરણ સાધનોની વાર્ષિક જાળવણી માટે 20 કરોડ અને ઊર્જા બચત માટે ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા 14 કરોડ ફાળવાયા છે. બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી અને સૂચન બોક્સ જેવી કામગીરી માટે GARC ભલામણ હેઠળ 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ

રસ્તાઓ માટે Short Term Maintenance Contract હેઠળ 150 કરોડ ફાળવાયા છે. વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનના નિર્માણ માટે 138 કરોડ ફાળવાયા છે.

વ્હાઈટ ટોપીંગ રસ્તા માટે 32 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓના બાંધકામ અને સુધારણા કરવાની યોજના ઘડવામાં આવી છે, જેનાથી પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.

આ સમગ્ર આયોજન રાજ્યમાં સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આધુનિક માર્ગ વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ છે. માર્ગ અને મકાન ક્ષેત્રમાં આ વિશાળ રોકાણ રાજ્યના આર્થિક વિકાસ, રોજગારી સર્જન અને પ્રાદેશિક સંતુલિત વૃદ્ધિ માટે મજબૂત પાયા પુરવાર થશે.

Breaking news: ગુજરાત બજેટ 2026-27 માટે કંસરી દેવી સાથે વારલી ચિત્રકલા વાળી અનોખી બજેટ પોથી થઈ પસંદ, જુઓ Photos

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">