AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 Breaking News: IND-PAK વચ્ચે ફરી જોવા મળશે મુકાબલો? સુપર-8માં પાકિસ્તાનની છેલ્લી ઘડીની એન્ટ્રીએ સમીકરણો બદલી નાખ્યા

T20 વર્લ્ડ કપ 2026 માં સુપર-8 રાઉન્ડ શરૂ થઇ ગયો છે. પાકિસ્તાનના પલટવારથી રમતો રસપ્રદ બની ગઈ છે, જ્યારે ભારતનું પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે છે. જાણો ગ્રુપ, શેડ્યૂલ અને 2028 માટેનો મહત્વપૂર્ણ માર્ગ.

T20 World Cup 2026 Breaking News: IND-PAK વચ્ચે ફરી જોવા મળશે મુકાબલો? સુપર-8માં પાકિસ્તાનની છેલ્લી ઘડીની એન્ટ્રીએ સમીકરણો બદલી નાખ્યા
Breaking News T20 World Cup 2026 Super 8 India, Pakistan and Road to 2028 World Cup Explained Image Credit source: Social Media
| Updated on: Feb 19, 2026 | 1:00 PM
Share

ટી20 વર્લ્ડ કપ 2026 હવે તેના એવા તબક્કામાં પહોંચ્યો છે જ્યાં ભૂલને કોઈ સ્થાન નથી. ગ્રુપ સ્ટેજની રસાકસી બાદ હવે મેદાન પર ‘સુપર-8’ ની જંગ જામવાની છે. ક્રિકેટના આ મહાકુંભમાં પાકિસ્તાનની છેલ્લી ઘડીની એન્ટ્રીએ સમીકરણો આખા બદલી નાખ્યા છે. T20 World Cup 2026માં આગળ રામવનરી મેચો માત્ર ટ્રોફી જ નહીં, પણ ટીમોના ભવિષ્યનો પાયો અને આ 12 હાઈ-વોલ્ટેજ મેચો પર ટકેલો છે.

પાકિસ્તાનનો પલટવાર: શું આ ‘અનપ્રિડિક્ટેબલ’ ટીમ ફરી ઈતિહાસ રચશે?

પાકિસ્તાને જે રીતે સુપર-8 માં એન્ટ્રી કરી છે, તે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. નામિબિયા સામેની ‘કરો અથવા મરો’ જેવી મેચમાં પાકિસ્તાને 102 રનથી વિજય મેળવીને સાબિત કરી દીધું કે તેમને હળવાશથી લેવા તે કોઈપણ ટીમ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ જીતનો અસલી હીરો સાહિબઝાદા ફરહાન રહ્યો, જેની આક્રમક સદીએ પાકિસ્તાન માટે સુપર-8 ના દરવાજા ખોલી નાખ્યા. પાકિસ્તાનની ટીમ સુપર-8 માં પહોંચનારી અંતિમ ટીમ બની છે, જે સાહિબઝાદા ફરહાનની શાનદાર સદીને આભારી છે.

સુપર-8 ના ગ્રુપ્સ: દિગ્ગજો વચ્ચે ‘રણનીતિક ચેસ’ જેવો જંગ

હવે ટુર્નામેન્ટ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. અહીં દરેક ગ્રુપમાં એવી ટીમો છે જે પોતાના દિવસે કોઈપણ દિગ્ગજને પછાડવાની ક્ષમતા રાખે છે.

ગ્રુપ 1: ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા. ગ્રુપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ.

ગ્રુપ-1 માં ભારત અને દક્ષિણ આફ્રિકા ફેવરિટ મનાય છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને તેમના હોમ કન્ડિશન્સ અને ઉલટફેર કરવાની આદતને કારણે નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

ટીમ ઈન્ડિયાનો રસ્તો: શું અમદાવાદના મેદાનમાં રચાશે વિજયગાથા?

ભારતીય ટીમ માટે સુપર-8 નો પ્રવાસ પડકારજનક પણ છે અને રોમાંચક પણ. 22 ફેબ્રુઆરીએ ભારતની ટક્કર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. લાખો પ્રેક્ષકોની હાજરીમાં આ મેચ ટુર્નામેન્ટની દિશા નક્કી કરશે. બાદમાં ઝિમ્બાબ્વે (એમએ ચિદમ્બરમ, ચેન્નાઈ) અને વેસ્ટ ઈન્ડિઝ (ઈડન ગાર્ડન્સ, કોલકાતા) સામે મેચો રહેશે. લાખો પ્રેક્ષકોની હાજરીમાં આ મેચો ભારતીય ટીમ માટે કૌશલ્ય અને ધૈર્ય બતાવવાનો મોકો છે.

2028 માટેનો ‘ગોલ્ડન પાસ’

સુપર-8 માં પહોંચવું એ માત્ર આ વર્લ્ડ કપની સફળતા નથી, પણ 2028 માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારા આગામી વર્લ્ડ કપ માટેનો ‘ડાયરેક્ટ પાસ’ પણ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી કઠિન પરિસ્થિતિઓમાં ક્વોલિફાયર રમ્યા વગર સીધી એન્ટ્રી મળવી એ આ આઠ ટીમો માટે બહુ મોટી રાહત છે.

સુપર-8માં સ્થાન મેળવવું માત્ર વર્તમાન વર્લ્ડ કપની સફળતા નથી, પણ 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રીનો માર્ગ પણ છે. ટોચની 8 ટીમો ક્વોલિફાયર રમ્યા વગર સીધા ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે છે, જ્યારે બાકીની ટીમો માટે ICC રેન્કિંગ મહત્વપૂર્ણ રહેશે.

સુપર-8માં કોઈ પણ મેચ સરળ નથી. એક નાની ભૂલ ટીમને સેમીફાઈનલની દોડમાંથી બહાર લઈ જઈ શકે છે, જ્યારે એક શાનદાર પ્રદર્શન ઇતિહાસના પાનામાં ટકી શકે છે. ભારત માટે અમદાવાદ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેદાનો પર પોતાના શક્તિ દર્શાવવાનો સોનેરી અવસર છે, જ્યારે પાકિસ્તાન અને અન્ય ટીમો રોમાંચક ટર્નિંગ પોઈન્ટ માટે તૈયાર છે.

T20 WC Breaking : 5 કેચ છોડવા છતાં ભારત જીત્યું, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે જીતનો હીરો બન્યો

g clip-path="url(#clip0_868_265)">