આફ્રિકા જતા લોકો માટે યલો ફીવરની રસી લેવી ફરજિયાત છે ત્યારે AMCએ યલો ફીવરની રસી માટે મહત્વનો નિર્ણય કર્યો છે, અત્યાર સુધી યલો ફીવરની રસી માત્ર આરોગ્ય ભવનમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરમાં આ રસી માટે પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી રસી મેળવી શકે. આ પગલાં સાથે શહેરમાં રસીકરણની સુવિધા વિસ્તૃત થશે..ગત વર્ષે અમદાવાદનાં 9 હજાર 900 જેટલાં લોકોએ મધ્ય ઝોનનાં આરોગ્ય ભવનમાં યલો ફીવરની રસી લઇને આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો.