કીર્તિ પટેલે આરોપ લગાવ્યો છે કે તે લાઈવ કરવાની હતી. પરંતુ, તે પહેલાં તેના ગુરુનો આદેશ આવ્યો કે સનાનત ધર્મને છાંટા ઉડે તેવું કશું જ નથી કહેવાનું. તો બીજા કેટલાંક સંતોએ પણ તેને ફોન કરીને લાઈવ ન કરવા કહ્યું હતું. જો કે તે આ અંગે વિચારી રહી હતી. તે જ સમયે. પોલીસની બે ગાડીઓ તેની પાછળ પડી હતી. તેવો કીર્તિનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીએ ભગવો વેશ ધારણ કરીને કીર્તિએ. મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. મૃગીકુંડમાં માત્ર સંન્યાસીઓ જ સ્નાન કરી શકે છે. તેમ છતાં. કીર્તિએ નિયમ તોડ્યો. કોઈના ધ્યાને આ વાત આવતા. તેણે ઈન્દ્રભારતી બાપુનું ધ્યાન દોર્યું હતું. જે બાદ. ઈન્દ્રભારતી બાપુએ તંત્રને રજૂઆત કરતાં. કીર્તિને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ કીર્તિએ આરોપ લગાવ્યો હતો કે ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્યો પણ મૃગીકુંડમાં હતા. અને તેણે ઈન્દ્રભારતી બાપુની સચ્ચાઈ પુરાવા સાથે રજૂ કરવાની ચીમકી આપતા એક વીડિયો મુક્યો હતો અને કહ્યું હતું કે તે આ મુદ્દે લાઈવ કરશે. પરંતુ, હવે તેણે લાઈવ ન કરવા મુદ્દે.. પોલીસતંત્ર પર ગંભીર આરોપ લગાવ્યો છે.