રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વીમીંગ એસોસિએશનના સ્વીમરો અનેરું સાહસ ખેડવા જઈ રહ્યા છે. જેમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટના તરવૈયાઓ સોમનાથથી દેલવાડા સુધી 150 કિલોમીટર સુધી ઓપન વોટર સી સ્વિમિંગ અને ક્યાકિંગ એડવેન્ચર એક્સપીડિશન કરશે. 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાનારા એડવેન્ચરમાં 7 તરવૈયાઓમાંથી 3 તરવૈયાઓ દરિયામાં સ્વિમિંગ કરશે. દરિયાના મોજાઓ વચ્ચે યુવા તરવૈયાઓ સાહસ, સ્વચ્છતા અને ભક્તિનો આપશે સંદેશ. જેને પગલે તરવૈયાઓએ ખાસ ડાયટ અને કસરત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. મહત્વનું છે કે સોમનાથથી દેલવાડા સુધી યોજાનારા સ્વિમિંગ સાહસમાં સુત્રાપાડા, દ્વારકા, સિકોતર માતા મંદિર બીચ, વેલણ લાઇટ હાઉસ, ઘોઘલા, સીમોર બીચ સહિતના દરિયાઈ વિસ્તારનો સમાવેશ કરાયો છે. જેને પગલે તરવૈયાઓને દરરોજ 15થી 20 કિલોમીટર સુધી દરિયો ખેડવો પડશે. જેને પગલે તરવૈયાઓની સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. વિશેષ તાલિમ લીધે સ્વિમીંગ ગાર્ડ પણ તરવૈયાઓની સાથે રહેશે. સાથે જ રેસ્ક્યૂ ટીમ અને બોટ પણ સુરક્ષામાં જોડાશે.