Musical Road: મુંબઈમાં બન્યો દેશનો પહેલો ‘મ્યુઝિકલ રોડ’, ડ્રાઇવિંગ બનશે હવે સંગીતમય અનુભવ!
મુંબઈ કોસ્ટલ રોડ પર ભારતની પહેલી મ્યુઝિકલ રોડ શરૂ થઈ છે. વાહનચાલકો હવે ‘જય હો’ ગીત સાથે ડ્રાઇવિંગનો અનોખો મનોરંજક અનુભવ માણી શકશે. બીએમસી દ્વારા ₹6.21 કરોડમાં બનેલી આ ટેક્નોલોજી નવો માનક સ્થાપિત કરે છે.
મુંબઈમાં ડ્રાઇવિંગનો અનુભવ હવે ખાસ અને યાદગાર બની જશે. Nariman Point થી Worli સુધીના વિસ્તારમાં દેશનો પહેલો મ્યુઝિકલ રોડ તૈયાર થઈ છે. આ અનોખા પ્રોજેક્ટમાં BMC દ્વારા ₹6.21 કરોડ (GST સહીત)નો ખર્ચ કરીને રોડ પર વિશેષ મ્યુઝિકલ સ્ટ્રિપ્સ લગાવવામાં આવી છે.
શું છે ખાસિયત?
જ્યારે કોઈ વાહન આ સ્ટ્રિપ્સ પર નિશ્ચિત ગતિએ પસાર થાય છે, ત્યારે ટાયર અને રોડની ઘર્ષણની અસરથી ઓસ્કર વિજેતા ફિલ્મ ‘Slumdog Millionaire’ ના ‘Jai Ho’ ગીતની ટ્યુન ઉત્પન્ન થાય છે. આ રીતે, ડ્રાઇવિંગ કરતી વખતે મુસાફરી વધુ મનોરંજક બની જાય છે.
કારના કાચ બંધ હોવા છતાં ધૂન સાંભળી શકાશે
નરીમન પોઈન્ટથી વરલી જવાના 500 મીટરના માર્ગ પર દેશનો પહેલો મ્યુઝિકલ રોડ બન્યો છે. હંગેરીના નિષ્ણાતોની મદદથી ખાસ ડિઝાઇન કરાયેલ આ રોડમાં મ્યુઝિકલ સ્ટ્રિપ્સ લગાવવામાં આવી છે, જે 70–80 કિમી/કલાક ગતિએ પસાર થતા વાહનોથી ‘Jai Ho’ ગીતની ધૂન ઉત્પન્ન કરે છે. કારના કાચ બંધ હોવા છતાં ધૂન સાંભળી શકાય છે. આ પ્રકારનો પહેલો રોડ વિશ્વમાં જાપાનમાં 2007માં તૈયાર થયો હતો.
સિનિયર નગર અધિકારીઓએ જણાવ્યું કે, આ મ્યુઝિકલ રોડ દેશમાં ટેક્નોલોજી પ્રયોગ માટે એક નવા માપદંડ તરીકે ઉભી થઇ છે અને સાથે દેશભક્તિનો સંદેશ પણ લોકોમાં જગાવે છે. વિશ્વમાં મ્યુઝિકલ રોડના ઉદાહરણ જાપાન, દુબઈ જેવા શહેરોમાં જોવા મળે છે, જ્યારે ભારતમાં આ પહેલો પ્રયોગ છે.
મુંબઈના નગર વિકાસ વિભાગના અધિકારીઓ અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓ અને નાગરિકોને એક અનોખો, મનોરંજક અને યાદગાર ડ્રાઇવિંગ અનુભવ આપવાનો છે. માર્ગ પરની સ્ટ્રિપ્સ ચોક્કસ અંતરાલ પર બનાવવામાં આવી છે, જેથી ચોક્કસ ઝડપે પસાર થતા વાહનોથી સંપૂર્ણ સંગીત ધ્વનિ સર્જાય.
હવે, મુસાફરી દરમિયાન કોઈને બોર થવાની ચિંતા કરવી નથી, કારણ કે માર્ગ પોતે જ એક સંગીતમય અનુભવ બની ગયો છે. આ પ્રયોગ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ ટેક્નોલોજી, નવો ઇનોવેશન અને શહેરની ડિઝાઇનની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે.
ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video

