AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ Vs PAK Playing XI: ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે સેમિફાઈનલ, જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11

ICC T20 World Cup New Zealand vs Pakistan Semi-Final Playing XI: ન્યૂઝીલેન્ડે ગ્રુપ 1માં ટોચ પર રહીને સેમિફાઇનલ (Semi-Final )માં પ્રવેશ કર્યો અને પાકિસ્તાન ગ્રુપ 2 માંથી છેલ્લા 4માં પહોંચી ગયું.

NZ Vs PAK Playing XI: ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે સેમિફાઈનલ, જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ICC T20 World Cup New Zealand vs Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 1:29 PM
Share

Pak Vs NZ T20 World Cup 2022 Playing XI: T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી ચાર-ચાર ખેલાડીઓ રાખ્યા છે. તેમાં ખુશદિલ શાહ, હૈદર અલી, આસિફ અલી અને મોહમ્મદ હસનૈનનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડની ટીમમાં માર્ક ચેપમેન, એડમ મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ અને માઈકલ બ્રેસવેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી.

સિડનીમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો થયો છે. આ T20 વર્લ્ડ કપની 6 મેચ સિડનીમાં રમાઈ હતી, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ પાંચ વખત જીતી હતી. સિડનીની પીચ પાછળથી સ્પિનરોને મદદ કરે છે, તેથી અહીં ચેઝ કરવો સરળ નથી. ઉપરાંત જે પીચ પર પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ રમાઈ રહી છે તેનો ઉપયોગ પહેલા પણ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2-2 સ્પિનરોને જગ્યા આપી છે.

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની ટીમમાં કોને મળ્યું સ્થાન?

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન- મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, હરિસ રઉફ, શાહીન આફ્રિદી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

સિડનીમાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ સારો

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંનેએ સિડનીના મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે. સિડનીના મેદાન પર આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડે બે મેચ જીતી છે. પહેલા તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને પછી શ્રીલંકાને હરાવ્યું. બીજી તરફ, પાકિસ્તાને સાઉથ આફ્રિકાને હરાવી ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. જોકે, ICC ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધી છે. સેમિફાઇનલમાં બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી છે અને દરેક વખતે જીત પાકિસ્તાનને મળી છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">