AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ સંઘર્ષમાં સાઇબર હુમલા તેજ, ઇન્ટરનેટ અને એપ્સ બન્યા નિશાન

ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયેલે હવાઈ હુમલા કરીને ઈરાનને નેસ્તનાબૂદ કરવાની કાર્યવાહી કરી છે. આ યુદ્ધમાં હવે મિસાઈલ-ડ્રોનના મારાની સાથેસાથે સાયબર વોર પણ ખેલાઈ રહ્યું છે. યુદ્ધમાં ઝંપલાનારા દેશોએ એકબીજાની મહત્વની સરકારી વેબસાઈટ, મોબાઈલ એપ્સ વગેરે હેક કરવા અને માલવેર મોકલીને સાઈટને હેક અને દુરસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

Breaking News : ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ સંઘર્ષમાં સાઇબર હુમલા તેજ, ઇન્ટરનેટ અને એપ્સ બન્યા નિશાન
Image Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 4:21 PM
Share

28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ યુધ્ધને 13 દિવસનો સમય વીતી ગયો છે. શરૂઆતમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે મોટા સાઇબર ઓપરેશન ચલાવ્યું હોવાનું કહેવાય છે. અનેક વિસ્તારોમાં ઈરાનની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઘટીને લગભગ 4% જેટલી રહી ગઈ હતી. ફાઈબર ઓપ્ટિકલ કેબલને નુકસાન અને સાઇબર હુમલાઓના કારણે કમ્યુનિકેશન તથા સેન્સર નેટવર્ક પર અસર પડી છે.

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલતા સંઘર્ષમાં હવે ડિજિટલ મોરચો પણ ખૂબ જ તીવ્ર બની ગયો છે. 2026ના આ યુદ્ધમાં મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઉપરાંત હવે સાઇબર વોર પણ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સરકારી વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઈરાનની અનેક સરકારી વેબસાઇટ્સ અને ન્યૂઝ પોર્ટલ પર થોડા સમય માટે હેક થયા અથવા બંધ થઈ ગયા હતા. રાજધાની તેહરાન માં ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક સાથે જોડાયેલી ડિજિટલ સિસ્ટમ્સને પણ નિશાન બનાવવામાં આવી હતી. બંને તરફથી સતત સાઇબર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

મોબાઇલ એપ દ્વારા માનસિક યુદ્ધ

ઈરાનમાં લોકપ્રિય પ્રાર્થના માટે નું ટાઈમ ટેબલ એપ્લીકાશન BadeSabaને હેક કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એપ્લીકાશનના યૂઝર્સને સરકાર વિરોધી સંદેશા મોકલવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મત પ્રમાણે આ એક પ્રકારનું સાઇકોલોજિકલ ઓપરેશન (PSYOPS) છે, જેના દ્વારા વિરોધી દેશની માનસિક સ્થિતિને નબળી બનાવવાનો ઉદેશ છે.

ઈરાનનો પણ વળતો જવાબી હુમલો

ઈરાન સાથે જોડાયેલા 60 થી વધુ હેકર અને એકટીવિસ્ટ જૂથો સક્રિય હોવાના અહેવાલ છે. વિવિધ દેશોના સરકારી અને ખાનગી સંગઠનો પર સાઇબર હુમલાના દાવા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં DDoS એટેક, વેબસાઇટ ડિફેસમેન્ટ, ડેટા ચોરી, ડેટા લીક તેમજ મેલવેર હુમલાઓનો સમાવેશ થાય છે.

અમેરીકાની કંપની પર મોટો સાયબર હુમલો

11 માર્ચ 2026ના રોજ અમેરિકાની મેડિકલ ટેક કંપની Stryker Corporation પર પણ સાઇબર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંદાજે 50 TB (ટેરાબાઇટ ડેટા) ચોરી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ ઊર્જા, બેંકિંગ, હેલ્થકેર અને ડિફેન્સ સેક્ટર પર પણ સાઇબર હુમલાનો ખતરો વધ્યો હોવાનું જણાવ્યું છે.

હાઇબ્રિડ યુદ્ધનો નવો તબક્કો

વિશ્લેષકોના મત મુજબ હવે આ સંઘર્ષ સંપૂર્ણ રીતે હાઇબ્રિડ વોર બની ગયો છે. જેમાં મિસાઇલ હુમલા, સાઈબર હુમલો અને માનસિક યુદ્ધ – ત્રણેયનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં સાઇબર હુમલાનો ખતરો વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ બંને તરફથી હુમલા ચાલુ છે અને યુદ્ધ રોકવા અંગે કોઈ સ્પષ્ટ પહેલ જોવા મળી નથી.

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી વધુ સમાચાર વાંચવા વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">