AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો, ભારતમાં LPG સંકટનો ઇતિહાસ, 2026 પહેલાં આટલા વખત આવી હતી કટોકટી…

ભારત સરકારનું કહેવું છે કે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા પર માંઠી અસર પડી છે. જો કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. પણ સવાલ એ છે કે પરિસ્થિતિ જ્યાં સુધી અનુકૂળ ન થાય ત્યાં સુધી લોકોના રસોડા અને વ્યવસાયો કેવી રીતે ચાલશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2026 | 6:39 PM
Share
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. ઘણા શહેરોમાં LPG સિલિન્ડરની અછતના સમાચાર, ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી કતારો તેમજ સિલિન્ડરના કાળાબજારની ફરિયાદો નજરે આવી રહી છે. હોટેલ અને રેસ્ટોરન્ટના  માલિકોનું કહેવું છે કે ગેસ સપ્લાયના કારણે સીધી અસર તેમના કામકાજ પર પડી રહી છે, અને જો પરિસ્થિતિ લાંબા સમય સુધી આવી જ ચાલશે તો ઘણા વ્યવસાયો બંધ કરવાની ફરજ પડી શકે છે. LPG કટોકટીની સમસ્યા ભારતમાં પહેલી વાર બની નથી. આ પહેલા કેટલીકવાર વિવિધ કારણોસર રસોઈમાં ગેસના પુરવઠાની  અછત પ્રભાવિત થઈ ચૂકી છે. (ફોટો: google)

1 / 6
1973માં, પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે તેલ સંકટ સર્જાયું હતું. તે સમયે, તેલ પુરવઠાની અછતને કારણે વૈશ્વિક બજારના ભાવમાં ઝડપી વધારો નોંધાયો હતો. જોકે તે સમયે વિશ્વમાં તેલની જરૂરિયાત આજ કરતાં ઘણી ઓછી હતી, પરંતુ પુરવઠામાં આવેલા સંકટથી ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર વિનાશક અસર પડી હતી, જેમાં ભારતના ગેસ પુરવઠાનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, જો મધ્ય પૂર્વમાંથી તેલ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાય છે, તો આવી જ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ શકે છે. (ફોટો: google)

2 / 6
2012 માં, ભારતના કેટલાક શહેરોમાં LPG પુરવઠાની સમસ્યા જોવા મળી હતી. ખાસ કરીને કોલકાતામાં બિન-ઘરેલુ સિલિન્ડરોની અછત સર્જાઈ હતી. જેનાથી ફુડ રેસ્ટોરાં અને ખાદ્ય ઉદ્યોગ પર માટી અસર પડી. ઘણા હોટલોના રસોડાઓ બંધ કરવાની ફરજ પડી હતી. (ફોટો: google)

3 / 6
2013 માં, સરકાર દ્વારા ઘરેલુ LPG સિલિન્ડરોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારદીઠ દર વર્ષે ચોક્કસ સંખ્યામાં સબસિડીવાળા સિલિન્ડરો જ મર્યાદિત રાખવામાં આવ્યા. વધારાના સિલિન્ડર બજાર ભાવે જ ખરીદવા પડતા. આ નિર્ણયને કારણે ગ્રાહકોમાં ચિંતા અને ગેસ એજન્સીઓ પર મોટી ભીડ જોવા મળી. (ફોટો: google)

4 / 6
2015 માં, LPG કનેક્શન માટે KYC પ્રક્રિયા લાગુ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ એક જ વ્યક્તિના નામ અથવા સરનામા પર મૂકવામાં આવેલા બહુવિધ કનેક્શનોને ઓળખવાનો હતો. તેલ કંપનીઓએ ગ્રાહકોને ઓળખ અને સરનામાના દસ્તાવેજો સબમિટ કરવાનુ જણાવ્યું હતું. પરંતુ ઘણા શહેરોમાં, લોકોને નિયમોની જાણકારી બરાબર મળી નહીં. જેના કારણે ગેસ એજન્સીઓ પર અચાનક ધસારો અને ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ હતી. (ફોટો: google)

5 / 6
હવે, 2026 માં, વૈશ્વિક પરિસ્થિતિઓ બગડતી હોવાથી LPG પુરવઠા અંગે ચિંતા વધવા લાગી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો તેલ પુરવઠો, જે વિશ્વના મોટા ભાગનો તેલ પુરવઠો પૂરો પાડે છે, તેના પર અસર થવાનું જોખમ છે. (ફોટો: google)

6 / 6

ગેસ સિલિન્ડર વગર આ રીતે રાંધી શકાય છે સ્વાદિષ્ટ રસોઈ, જુઓ આ ઉપાયો…. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન

અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન

g clip-path="url(#clip0_868_265)">