Viral Video : લોયલ છોકરો જોઈએ કે પૈસા? છોકરીઓનો જવાબ સાંભળીને દુનિયા હેરાન રહી ગઈ
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે લગ્ન અને સંબંધોની અસલી વાસ્તવિકતા બતાવે છે. એક ઇન્ફલ્યુએન્સરે જ્યારે યુવાનોને લગ્ન અને વફાદારી વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે છોકરા અને છોકરીઓના જવાબોએ બધાને વિચારતા કરી દીધા છે.
સોશિયલ મીડિયા પર હાલ એક ઇન્ફલ્યુએન્સર કેટલાક યુવાનોને એક રસપ્રદ પ્રશ્ન પૂછે છે. ઇન્ફલ્યુએન્સરના સવાલો અને યુવાનોના જવાબો ખરેખરમાં સમાજની બે અલગ વાસ્તવિકતા દર્શાવે છે.
ઇન્ટરવ્યુઅર એક છોકરીને પૂછે છે, “ધારો કે તારો પગાર 1 લાખ રૂપિયા છે અને તને કોઈ એવો છોકરો મળે કે, જે કંઈ કમાતો નથી પણ તારા પ્રત્યે પૂરો વફાદાર (Loyal) છે, તો શું તું તેની સાથે લગ્ન કરીશ?” છોકરીનો જવાબ સ્પષ્ટ હતો, “બિલકુલ નહીં!” તેની સાથેની બીજી છોકરીએ ઉમેર્યું કે, “ખાલી વફાદારીથી ઘર નથી ચાલતું.”
હવે ઇન્ફલ્યુએન્સર એ જ પ્રશ્ન એક છોકરાને પૂછે છે, “જો તારો પગાર 1 લાખ હોય અને સામે કોઈ એવી છોકરી હોય કે, જે કંઈ કમાતી નથી પણ ખૂબ વફાદાર છે, તો શું તું લગ્ન કરીશ?” છોકરો હસે છે અને જવાબ આપે છે કે, “હા, ચોક્કસ કરીશ!” એવામાં જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ? ત્યારે તેણે દિલ જીતી લે તેવી વાત કહી, “જેની પાસે વફાદાર સ્ત્રી હોય, તેનાથી વધુ અમીર આ દુનિયામાં બીજું કોઈ નથી.”
આ વીડિયો દર્શાવે છે કે, સંબંધોમાં છોકરાઓ વફાદારીને સૌથી વધુ મહત્વ આપે છે, જ્યારે છોકરીઓ વફાદારીની સાથે આર્થિક સ્થિરતાને પણ જરૂરી માને છે.

