AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈઝરાયલના હુમલામાં તુર્કીનું કનેક્શન ! ખુલાસાથી મિડલ ઈસ્ટમાં હડકંપ

ઈરાન પર હુમલાઓને લઈને એક મોટો ખુલાસો બહાર આવ્યો છે. ઈઝરાયેલ ઈરાન વિરુદ્ધ જે બોમ્બની ઉપયોગ કરી રહ્યું છે તે તુર્કીની કંપની રેપકોણ દ્વારા બનાવવામાં આવે છે. ગયા વર્ષે આ જ કંપનીએ આ બોમ્બ ઇઝરાયેલને વેચ્યા હતા. હવે હોબાળા બાદ, કંપનીએ તેનું નામ બદલી નાખ્યું છે. દરમિયાન, અંકારા આ બાબતે મૌન છે.

Breaking News: ઈઝરાયલના હુમલામાં તુર્કીનું કનેક્શન ! ખુલાસાથી મિડલ ઈસ્ટમાં હડકંપ
| Updated on: Mar 12, 2026 | 5:45 PM
Share

ઈરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલે તુર્કી દારૂ-ગોળાંનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. આ ખુલાસાથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે. તુર્કી સત્તાવાર ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓનો વિરોધ કરે છે, પરંતુ હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ઈઝરાયેલએ યુદ્ધમાં ઈરાન પર હુમલા કરવા માટે તુર્કી હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલાઓમાં 2,000 થી વધુ ઈરાની નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

મધ્ય પૂર્વ આઈ મુજબ ઈરાન યુદ્ધ દરમિયાન ઇઝરાયેલના તેહરાન અને તેના નજીકના વિસ્તારમાં હુમલા માટે BLU-110A/B નો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ તુર્કીની એક કંપની બનાવે કરે છે. આ મામલો સામે આવ્યા બાદ અંકારાએ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે.

ઈઝરાયેલને બોમ્બ વેચવાની ડિલ કરી હતી

2 વર્ષ પહેલા તુર્કીની રેપકોન નામની કંપનીએ અમેરિકી ડિફેન્સ કંપનીની સાથે મળીને હથિયારો બનાવવાનો નિર્ણય લીધો હતો. આ કંપનીને 2024 માં ઈઝરાયેલથી BLU-110A/Bના 1,000 પાઉન્ડ ના બોમ્બનું નિર્માણ માટે ટેન્ડર મળ્યું હતું. આ ડીલ 151.8 મિલિયન ડોલરની હતી.અને યુદ્ધ દરમિયાન આ બોમ્બથી જ ઈરાન ઉપર ઈઝરાયેલ હુમલાઓ કરી રહ્યું છે.

તે આશરે 907 કિલોગ્રામ વજનનું એક વ્યૂહાત્મક હવાથી છોડવામાં આવતું શસ્ત્ર છે. આ બોમ્બનો ઉપયોગ ભારે માળખાં, કોંક્રિટ બેઝ અને બંકરોને નષ્ટ કરવા માટે થાય છે. બોમ્બમાં સ્ટીલ પેનિટ્રેટર કેસીંગ છે, જેનો અર્થ છે કે તે જમીનમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે.

તુર્કીની ભૂમિકા પર પ્રશ્નો કેમ ઉભા થઈ રહ્યા છે?

ઈરાનમાંથી બોમ્બ વિશે માહિતી મળતાની સાથે જ તુર્કીની કંપનીએ તેનું નામ બદલી નાખ્યું. કંપનીએ તેનું નામ કેમ બદલ્યું તે અંગે પ્રશ્નો ઉભા થાય છે. રેપકોન પર અગાઉ ઇઝરાયલને બોમ્બ વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇઝરાયલે ગાઝામાં વિનાશ મચાવવા માટે રેપકોન પાસેથી ખરીદેલા બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. ઈરાન યુદ્ધમાં તુર્કીએ ખુલ્લેઆમ ઇઝરાયલનો વિરોધ કર્યો છે. બુધવારે કાયદા ઘડનારાઓ સાથે વાત કરતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું, “યુદ્ધ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. જો તેને રોકવામાં નહીં આવે તો મધ્યપૂર્વનો નાશ થશે. “આ પ્રસંગે, એર્દોઆને વધુમાં કહ્યું, “અહીં ન તો સુન્ની છે કે ન તો શિયા. દરેક વ્યક્તિ મુસ્લિમ છે. આ લડાઈમાં આપણે આપણા ભાઈઓથી પીઠ ફેરવી શકીએ નહીં.”

Breaking News: હોર્મુઝથી મુંબઈ પહોંચ્યું ભારતીય તેલ જહાજ, ઈરાને સુરક્ષિત માર્ગનો ભરોસો આપ્યો જુઓ વિડીયો 

Follow Us
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
g clip-path="url(#clip0_868_265)">