AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં! અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો, સપ્લાય ઘટતાં લોકોમાં ચિંતા

Breaking News: મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં! અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો, સપ્લાય ઘટતાં લોકોમાં ચિંતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 12:35 PM
Share

Breaking News: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતમાં પણ દેખાવા લાગી છે. રાજ્યના અનેક શહેરોમાં LPG ગેસ સિલિન્ડર માટે લોકો લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, કલોલ અને બોટાદ જેવા શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ગેસની માગ અને સપ્લાય વચ્ચે મોટું અંતર ઉભું થયું છે. શહેરમાં રોજ લગભગ 70 હજાર LPG સિલિન્ડરની માંગ છે, જ્યારે હાલમાં માત્ર 22 હજારથી 25 હજાર સિલિન્ડરની જ આવક થઈ રહી છે. શહેરના 65 ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સને ડિમાન્ડના ત્રીજા ભાગ જેટલી જ સપ્લાય મળતા લોકોમાં અછતનો ભય વધ્યો છે. સૌથી મોટો અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર જોવા મળી રહી છે, કારણ કે તેની સપ્લાય હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બુકિંગમાં અચાનક વધારો

બીજી તરફ વડોદરામાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. અહીં 5.44 લાખ ઘરેલુ ગેસ કનેક્શન છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં LPG બુકિંગમાં અચાનક વધારો થયો છે. સામાન્ય રીતે રોજ 8 હજાર જેટલી બુકિંગ થતી હતી, પરંતુ હાલ તે વધીને 12 હજાર સુધી પહોંચી ગઈ છે. લોકોમાં અછતનો ભય હોવાથી પેનિક બુકિંગ વધી ગયું હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.

લાંબી કતારો લાગી

આ વચ્ચે ઘણા સ્થળોએ ઓનલાઈન બુકિંગ સર્વર ધીમું પડી જવાથી લોકો સીધા ગેસ એજન્સીઓ પર પહોંચી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી રહી છે. રાજકોટમાં પણ ગેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી છે.

રાજ્ય સરકારનો દાવો છે કે ઘરેલુ LPG ગેસની કોઈ અછત નથી અને અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે પેનિકમાં આવીને વધારાની બુકિંગ ન કરે. સાથે જ કાળાબજારી રોકવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Breaking News: ટ્રમ્પ સરકારનો નવો ખેલ, શું ભારત સહિત આ 16 દેશો પર ફરીથી ટેરિફ લાદવામાં આવશે?

Published on: Mar 12, 2026 11:55 AM
g clip-path="url(#clip0_868_265)">