AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓએ કર્યો આક્ષેપ, સરકારી હસ્તક્ષેપની કરી માગ Video

સુરતમાં પાટીદાર સમાજની મળેલી બેઠકમાં સમાજના અગ્રણીઓએ શિક્ષણનો લાભ મળતો ન હોવાનો આરોપ લગાવ્યો. દિવસે દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યુ હોવાથી પહોંચની બહાર થઈ રહ્યુ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 3:48 PM
Share

સુરતના કામરેજમાં મળેલી પાટીદાર સમાજની બેઠકમાં સમાજના અગ્રણીઓએ સમાજ સામેની અનેક સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી હતી. જેમા આરોગ્ય અને શિક્ષણના મુદ્દે ભાર મુકવામાં આવ્યો. જેમા ખાસ કરીને પાટીદાર સમાજને શિક્ષણના લાભ મળતા ન હોવાનો આક્ષેપ કરાયો. દિવસે દિવસે એકતરફ શિક્ષણ મોંઘુ થઈ રહ્યુ છે. ત્યારે આર્થિક રીતે પછાત હોય તેવા સમાજના અનેક કુટુંબોની પહોંચ બહાર શિક્ષણ જઈ રહ્યુ છે.

પાટીદાર સમાજના અગ્રણી દિનેશ અનઘણના જણાવ્યા મુજબ આજે શિક્ષણનું મોટાપાયે ખાનગીકરણ થઈ ગયુ છે અને બાળકોને તોતિંગ ફી ભરવી પડે છે ત્યારે સરકાર કંઈક હસ્તક્ષેપ કરે અને મોંઘી ફી ન ભરવી પડે તે અંગે ચર્ચા કરવામાં આવી.

પાટીદાર સમાજના અગ્રણી કેકે પટેલે જણાવ્યુ કે અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ એવી છે જે 5,7 હજારમાં આજે પણ ભણાવે છે.જેની સામે અન્ય ઘણી સંસ્થાઓ એવી છે, જે સરકારના પૈસા લે છે, સરકાર દ્વારા અનુદાનિત છે. તેવી સંસ્થાઓની અંદર માલિકીપણુ દૂર થવુ જોઈએ. તેની ફી વધારે લે સરકારે તેને હસ્તગત કરવી જોઈએ અને તેની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે તેવી ફી લઈને બાળકોને ભણાવવા જોઈએ. બેઠકમાં આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Input Credit- Mehul Bhokalva- Surat

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો,1 મણનો 100 રૂપિયા ભાવ બોલતા 20થી 25 હજારનું નુકસાન- Video

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">