AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story 2 BO Collection: ‘ધ કેરલા સ્ટોરી 2’ 13માં દિવસે પણ કમાણીમાં ટકી, 50 કરોડ નજીક

વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ‘દ કેરલા સ્ટોરી 2’ શરૂઆતમાં ધીમી રહી હતી, પરંતુ બીજા અઠવાડિયામાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્થિર કમાણી કરીને 50 કરોડના આંકડા તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

The Kerala Story 2 BO Collection: ‘ધ કેરલા સ્ટોરી 2’ 13માં દિવસે પણ કમાણીમાં ટકી, 50 કરોડ નજીક
Image Credit source: social media
| Updated on: Mar 12, 2026 | 2:57 PM
Share

બોલિવુડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ’ હાલ સિનેમાઘરોમાં સતત ચર્ચામાં છે. વિવાદો વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ શરૂઆતમાં થોડી ધીમી રહી હતી, પરંતુ થોડા દિવસોમાં જ તેણે બોક્સ ઓફિસ પર સારી ઝડપ પકડી લીધી. હવે રિલીઝના લગભગ બે અઠવાડિયા બાદ પણ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે.

13મા દિવસે પણ નોંધપાત્ર કમાણી

રિપોર્ટ મુજબ ફિલ્મે રિલીઝના 13મા દિવસે લગભગ 1.39 કરોડ રૂપિયાની કમાણી નોંધાવી છે. શરૂઆતમાં ધીમી ઓપનિંગ હોવા છતાં ફિલ્મે પછીથી ગતિ પકડી હતી. ખાસ કરીને બીજા અઠવાડિયામાં પણ દર્શકોની હાજરી સારી રહેતા ફિલ્મનું કલેક્શન સ્થિર રહ્યું છે.

કુલ કમાણી કેટલી થઈ?

તાજેતરના આંકડા મુજબ ‘ધ કેરલા સ્ટોરી 2’એ અત્યાર સુધીમાં 13 દિવસમાં લગભગ 38.44 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. જ્યારે ભારતભરમાં તેનો ગ્રોસ કલેક્શન લગભગ 43.29 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ફિલ્મનું બજેટ પહેલાથી જ વસૂલ થઈ ચૂક્યું છે, જેના કારણે હવે ફિલ્મ દ્વારા થતી કમાણી પ્રોફિટમાં ગણાઈ રહી છે.

શરૂઆતમાં વિવાદો છતાં ફિલ્મે પકડ મજબૂત કરી

ફિલ્મ રિલીઝ પહેલાં અને બાદમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચામાં રહી હતી. જોકે વિવાદો વચ્ચે પણ ફિલ્મને એક વર્ગના દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને બીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણીમાં વધારો નોંધાયો હતો, જેના કારણે તેની બોક્સ ઓફિસ દોડ વધુ મજબૂત બની છે.

50 કરોડ ક્લબ સુધી પહોંચશે?

હાલની કમાણીના આંકડા જોવામાં આવે તો ‘ધ કેરલા સ્ટોરી 2’ હવે 50 કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે ફિલ્મને હજુ લગભગ 12 કરોડ રૂપિયાની વધુ કમાણી કરવાની જરૂર છે. જો આવનારા દિવસોમાં, ખાસ કરીને ત્રીજા વીકએન્ડ દરમિયાન, ફિલ્મના કલેક્શનમાં વધારો થાય તો તે સરળતાથી 50 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી શકે છે.

નવી ફિલ્મોથી સ્પર્ધા

આગામી દિવસોમાં સિનેમાઘરોમાં નવી ફિલ્મો પણ રિલીઝ થવાની છે. ખાસ કરીને 19 માર્ચથી રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’ રિલીઝ થવાની છે. નવી ફિલ્મોના આગમન પછી ‘ધ કેરલા સ્ટોરી 2’ માટે બોક્સ ઓફિસ પર પોતાની કમાણી જાળવી રાખવી થોડું મુશ્કેલ બની શકે છે. તેથી આગામી થોડા દિવસો ફિલ્મ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટ

‘ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયૉન્ડ’નું દિગ્દર્શન કામાખ્યા નારાયણ સિંહએ કર્યું છે, જ્યારે ફિલ્મને વિપુલ અમૃતલાલ શાહએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 2023માં આવેલી હિટ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સ્પિરિચ્યુઅલ સીક્વલ તરીકે જોવામાં આવે છે. ફિલ્મની વાર્તા ત્રણ યુવતીઓના જીવનની આસપાસ ફરે છે. તેઓ પ્રેમ અને પોતાની ઇચ્છાઓને અનુસરીને એવા નિર્ણયો લે છે જે તેમને એક અજાણી અને ગુપ્ત દુનિયામાં લઈ જાય છે. ત્યાં ધીમે ધીમે મેનિપ્યુલેશન અને નિયંત્રણ તેમની જિંદગી પર અસર કરવા લાગે છે.

ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા, ઐશ્વર્યા ઓઝા, સુમિત ગહલાવત અને અર્જુન સિંહ ઔજલા જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ રીતે ‘ધ કેરલા સ્ટોરી 2’ હાલમાં બોક્સ ઓફિસ પર સ્થિર રીતે કમાણી કરી રહી છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં ફિલ્મ 50 કરોડ ક્લબમાં સ્થાન બનાવી શકે છે કે નહીં.

Breaking News: મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, ડાયરેક્ટર સનોજ મિશ્રાએ કહ્યું-લવ જેહાદનો શિકાર

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">