AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

IPL 2026 નજીક આવતા તમામ ટીમોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડીએ પણ પોતાની બેટિંગ સુધારવા માટે મેદાનમાં ઉતરી ગયો છે. તેણે પૂર્વ ભારતીય સ્ટાર યુવરાજ સિંહ સાથે ખાસ ટ્રેનિંગ લીધી છે. આ દરમિયાન પાવર હિટિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે, જે આવનારી સિ ઝનમાં તેના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ
Pant trained under YuvrajImage Credit source: X
| Updated on: Mar 12, 2026 | 10:21 PM
Share

IPL 2026 પહેલા ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પોતાની બેટિંગમાં સુધારો કરવા માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો સહારો લીધો છે. યુવરાજ સિંહ સાથે તેણે નેટ્સમાં ખાસ પ્રેક્ટિસ કરી અને બેટિંગની નવી ટેકનિક શીખવાની કોશિશ કરી છે.

પંતનો યુવરાજ સાથે પ્રેક્ટિસનો વીડિયો વાયરલ

રિષભ પંતે યુવરાજ સિંહ સાથેની પ્રેક્ટિસનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં પંત પાવરફુલ શોટ્સ મારતો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે “શીખવાનું ક્યારેય બંધ થતું નથી.” આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પાવર હિટિંગ પર ખાસ ઘ્યાન આપ્યું

આ પ્રેક્ટિસ દરમિયાન યુવરાજ સિંહે ખાસ કરીને પાવર હિટિંગ પર ધ્યાન આપ્યું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પંત લાંબા અને તાકાતવર શોટ્સ રમવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. યુવરાજ સિંહ પણ તેની બેટિંગ જોઈને ખુશ દેખાઈ રહ્યો છે. જો પંત આ ફોર્મ જાળવી રાખે, તો IPL 2026 માં તે ફરીથી ધમાકેદાર પ્રદર્શન કરી શકે છે.

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

અભિષેક-શુભમનને યુવરાજ આપી છે ટ્રેનિંગ

યુવરાજ સિંહ અગાઉ પણ ઘણા યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી ચુક્યો છે. તેના માર્ગદર્શન હેઠળ અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓએ પોતાની બેટિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો. હવે રિષભ પંત પણ તેની પાસે શીખીને પોતાની રમતને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

રિષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને ₹27 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે IPL 2025માં પંતનું પ્રદર્શન તેની કિંમત પ્રમાણે રહ્યું નહોતું. તેણે 14 મેચમાં 13 ઇનિંગ્સમાં કુલ 269 રન બનાવ્યા હતા.

LSG અને પંતને થશે ફાયદો

આ રનમાં એક શાનદાર અણનમ 118 રનની ઇનિંગ્સ પણ સામેલ હતી. પરંતુ જો તે ઇનિંગ્સને કાઢી નાખીએ, તો બાકીની 12 ઇનિંગ્સમાં તેમણે માત્ર 151 રન બનાવ્યા હતા. હવે IPL 2026 પહેલા યુવરાજ સિંહ પાસેથી મળેલી બેટિંગ ટિપ્સ પંત માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને LSGને પણ તેમની પાસેથી મોટી અપેક્ષા રહેશે.

Breaking News: કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો, ઓક્શનમાં આટલી મોટી રકમ ચૂકવી

Follow Us
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">