Breaking News: ગિરનારના અંબાજી મંદિરમાં ધાર્મિક લાગણી દુભાવતી ઘટના, ભંડારામાં નોનવેજ અને દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં જ દારુ અને નોનવેજ પાર્ટી થઈ હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં ગિરનાર પર આવેલા અંબાજી મંદિરમાં ધાર્મિક લાગણી દુભાવતી ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજ પાર્ટી થતી હોવાના આક્ષેપ સાથે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.
મંદિરમાં નોનવેજ અને દારુ પાર્ટી કરી
મળતી માહિતી મુજબ ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં જ દારુ અને નોનવેજ પાર્ટી થઈ હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મંદિર સંચાલક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા પૂજારી સહિત કુલ 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા લોકોમાં મંદિર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે.
પૂજારી સહિતના 11 લોકો સસ્પેન્ડ
આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને લોકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.સહિત કુલ 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના મામલતદાર હાલ મંદિરના વહીવટદાર છે તેમના દ્વારા નવા 2 પૂજારીની નિમણુક કરવામાં આવી હતી. ત્યારે હવે આસ્થા ધામમાં હિન કૃત્ય કરતા પૂજારી સહિતના લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
ભક્તોમાં આક્રોશ ફેલાયો
મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના મંદિરની પરંપરા અને નિયમો વિરુદ્ધ છે અને જે કોઈ જવાબદાર હશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે મંદિરના ભંડાર અને અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર દેખરેખ વધારવામાં આવી છે.
આ ઘટનાથી ભક્તોમાં આક્રોશ ફેલાયો છે અને લોકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
