AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, શહીદોનો બદલો લઈશું- ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈનુ પ્રથમ સંબોધન

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ આજે ઈરાનને કરેલા પ્રથમ સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે તેઓ અમેરિકાની ધમકીઓથી ડરતા નથી, યુએસએ સામે સહેજે પણ ઝૂકશે નહીં. મુજતબા ખામેનેઈએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે. ઈરાન દરેક શહીદના મોતનો બદલો લેશે. અમે કોઈની શહાદત ભૂલીશું નહીં. અમે મધ્ય પૂર્વમાં આવેલા યુએસએના દરેક સૈન્ય એર બેઝ પર હુમલા કરીશું.

Breaking News : હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, શહીદોનો બદલો લઈશું- ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈનુ પ્રથમ સંબોધન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 8:32 PM
Share

ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા બાદ દેશને કરેલા પ્રથમ સંબોધનમાં, મુજતબા ખામેનેઈએ, અમેરિકા અને ઇઝરાયલને પોતાનું કડક વલણ બતાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. ઈરાન તેમના દરેક શહીદની શહાદતનો બદલો લેશે. અમે કોઈની શહાદત ભૂલીશું નહીં. અમે ઈરાની લોકોના લોહીનો બદલો લોહીથી લઈશું. અમે અમારા દરેક નિર્દોષ બાળકના મોતનો બદલો લઈશું. મુજતબા ખામેનેઈએ પડોશી દેશોને પણ તેમની ધરતી પરથી અમેરિકાને હાંકી કાઢવા વિનંતી કર હતી. સાથોસાથ જણાવ્યું કે, અમે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના તમામ સૈન્ય બેઝ પર હુમલો કરીશું.

“અમે ચોક્કસપણે અમારા શહીદોના લોહીનો બદલો લઈશું, ખાસ કરીને મીનાબના શહીદોના લોહીનો,” ખામેનેઈએ ઈરાની સેનાની પણ પ્રશંસા કરતા કહ્યું કે ઈરાની સેના મજબૂતીથી પોતાના દેશનો બચાવ કરી રહી છે અને દુશ્મનના હુમલાઓનો જડબેસલાક જવાબ આપી રહી છે. અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓના ભોગ બનેલા લોકોને સંબોધતા, તેમણે તેમની ધીરજ માટે સરાહના કરી અને તેમને ખાતરી આપી કે દરેક ઈરાની શહીદના લોહીનો બદલો લેવામાં આવશે.

અમે પડોશીઓ પર નહીં, પરંતુ અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો

ખામેનેઈએ કહ્યું કે ઈરાન તેના પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઈરાને તેના પડોશીઓ પર હુમલો નથી કર્યો, પરંતુ તે દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

જો આ શક્ય નહીં થાય, તો અમે દુશ્મનનો ખાત્મો બોલાવીશું

ઈરાનના નવા સુપ્રીમ લીડરએ કહ્યું કે, જો દુશ્મન નુકસાનની ભરપાઈ નહીં કરે, તો અમે તેમની જેટલી જરૂરી લાગે તેટલી મિલકતો જપ્ત કરીશું. જો આ શક્ય ના હોય, તો અમે દુશ્મનની જેટલી જરૂરી હોય તેટલી મિલકતનો નાશ કરીશું. તેમણે રેજિસ્ટેંસ ફ્રન્ટ લડવૈયાઓનો પણ આભાર માન્યો અને કહ્યું, “અમે રેજિસ્ટેંસ ફ્રન્ટને દેશના શ્રેષ્ઠ મિત્રો માનીએ છીએ.”

મુશ્કેલીઓ છતાં હિઝબુલ્લાહ અમને મદદ કરી રહ્યું

તેમણે કહ્યું, “બધી મુશ્કેલીઓ છતાં બલિદાન આપનાર હિઝબુલ્લાહ બાબતે કહ્યું કે, તેઓ ઈરાનને મદદ કરવા આગળ આવ્યા છે. બહાદુર ઈરાકી રેજિસ્ટેંસ પણ દૃઢ નિશ્ચય સાથે એ જ માર્ગ પર ચાલતા રહ્યા છે.” અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પદ સંભાળ્યા પછી મુજતબાનું આ પહેલું નિવેદન હતું, જે સરકારી ટેલિવિઝન પર વાંચવામાં આવ્યું હતું. જો કે, તેઓ કેમેરા સામે જોવા મળ્યા ના હતા.

Breaking News: ઈઝરાયલના હુમલામાં તુર્કીનું કનેક્શન ! ખુલાસાથી મિડલ ઈસ્ટમાં હડકંપ

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">