Breaking News: હોર્મુઝથી મુંબઈ પહોંચ્યું ભારતીય તેલ જહાજ, ઈરાને સુરક્ષિત માર્ગનો ભરોસો આપ્યો
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના વચ્ચે થયેલ વાતચીત બાદ, ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં આવન જાવન કરતા રોકવામાંં નહીં આવે, આ વાતચીત બાદ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને પહેલું જહાજ મુંબઈના બંદરે લાંગર્યું છે. જેમાં ક્રુડ ઓઈલનો જથ્થો છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, એક મહત્વપૂર્ણ ઘટનાઓમાં હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું છે. આ પહેલુ ભારતીય જહાજ છે જે ઈરાનના આશ્વાસન પછી આ મહત્વપૂર્ણ માર્ગમાંથી પસાર થયું છે. ઈરાને ભારતને ભરોસો આપ્યો હતો કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવા દેવામાં આવશે.
બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજોને ઈરાન રોકશે નહીં. જ્યાં અમેરિકા અને યુરોપીય દેશોના જહાજો હોર્મુઝમાં પ્રવેશતા જ ઈરાની નૌસેન તેમના પર હુમલો કરી રહી છે, ત્યાં હવે ભારતીય ધ્વજવાળા જહાજો કોઈપણ અવરોધ વિના હોર્મુઝ પાર કરી શકશે. આ સમાચાર ભારતની વિદેશ નીતિ અને વધતા વૈશ્વિક પ્રભાવનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરની વાતચીત બાદ ભારતને આ છૂટ આપવામાં આવી છે.
વિદેશ મંત્રીના ફોન બાદ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના ધ્વજવાળા ટેન્કરોને પસાર થવા દેવા માટે સહમત થયું છે. સમાચાર મુજબ ભારતના બે ટેન્કર ‘પુષ્પક’ અને ‘પરિમલ’ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે અમેરિકા, યુરોપ અને ઇઝરાયેલના જહાજોને હજુ પણ ત્યાં પ્રતિબંધો અને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

