AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈંગ્લિશ લીગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, સ્મૃતિ મંધાનાને £50,000 નો મોટો કરાર

ઈંગ્લેન્ડની ફેમસ ક્રિકેટ લીગ ‘ધ હન્ડ્રેડ’ માટે યોજાયેલા મહિલા ખેલાડીઓના ડ્રાફ્ટમાં ભારતીય ખેલાડીઓએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષને £50,000 નો કરાર મળતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની વધતી લોકપ્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે.

Breaking News: ઈંગ્લિશ લીગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, સ્મૃતિ મંધાનાને £50,000 નો મોટો કરાર
Smriti MandhanaImage Credit source: X
| Updated on: Mar 12, 2026 | 7:04 PM
Share

તાજેતરના સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શનને કારણે વિશ્વભરની T20 લીગોમાં ભારતીય ખેલાડીઓની માંગ નોંધપાત્ર રીતે વધી રહી છે. ખાસ કરીને ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ પ્રત્યે ફ્રેન્ચાઈઝીઓનો રસ વધુ જોવા મળી રહ્યો છે. આ જ કારણે ઈંગ્લેન્ડની ફેમસ લીગ ‘ધ હન્ડ્રેડ’ના મહિલા ડ્રાફ્ટમાં પણ ભારતીય ખેલાડીઓ પર ખાસ નજર રહી હતી.

ધ હન્ડ્રેડમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

બુધવાર, 11 માર્ચે યોજાયેલી આ હરાજીમાં કુલ 178 ખેલાડીઓ પર બોલી લાગી હતી. તેમાં અનેક દેશોની ખેલાડીઓ સામેલ હત. જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. કેટલીક ખેલાડીઓને મોટો કરાર મળ્યો, જ્યારે કેટલીક ખેલાડીઓ ડ્રાફ્ટમાં અનસોલ્ડ રહ્યા.

રિચા ઘોષ 61 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ

ભારતીય મહિલા ટીમની વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે £50,000 (લગભગ 61 લાખ રૂપિયા)માં પોતાની ટીમમાં સામેલ કરી હતી. રસપ્રદ વાત એ રહી કે રિચા માટે આ ફ્રેન્ચાઇઝી એકમાત્ર બોલી લગાવનાર ટીમ હતી. તેમ છતાં ટીમે તેમને મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પસંદગી આપી.

માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે મંધાનાને ટીમમાં સામેલ કરી

આ સાથે જ ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને પણ માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે હરાજી પહેલા જ સીધા કરાર હેઠળ પોતાની ટીમમાં સામેલ કરી હતી. મંધાનાની સાથે ઓસ્ટ્રેલિયાની અનુભવી બેટર મેગ લેનિંગને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એક્લેસ્ટોનને ટીમે રિટેન કરી છે.

દીપ્તિ શર્મા સનરાઇઝર્સ લીડ્સમાં રમશે

બીજી તરફ, ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સનરાઇઝર્સ લીડ્સે £27,500 (લગભગ 34 લાખ રૂપિયા)માં પોતાની ટીમમાં સામેલ કરી હતી. દીપ્તિ માટે પણ ખાસ સ્પર્ધા જોવા મળી નહોતી અને ફ્રેન્ચાઇઝીએ સરળતાથી તેને ટીમમાં સામલે કરી હતી. જોકે, ભારતીય ખેલાડીઓ યાસ્તિકા ભાટિયા અને શ્રી ચારણીને આ ડ્રાફ્ટમાં કોઈ ટીમ મળી નહોતી.

21 જુલાઈથી શરૂ થશે લીગ

ટુર્નામેન્ટની વાત કરીએ તો ‘ધ હન્ડ્રેડ’ લીગ 21 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટે તેનો ફાઇનલ મુકાબલો રમાશે. દરેક મહિલા ફ્રેન્ચાઇઝીને કુલ £880,000નું બજેટ આપવામાં આવ્યું હતું, જેમાંથી ટીમોએ પોતાના ખેલાડીઓની પસંદગી કરી હતી. આ લીગમાં વિશ્વભરની ટોપની મહિલા ક્રિકેટરો ભાગ લેવાની હોવાથી સ્પર્ધા વધુ રોમાંચક બનવાની સંભાવના છે.

Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">