AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો, ઓક્શનમાં આટલી મોટી રકમ ચૂકવી

લંડનમાં ધ હંડ્રેડ ઓક્શનમાં ભારતીય માલિકે પાકિસ્તાની ખેલાડીને ટીમમાં સામલે કર્યો છે. સનરાઈઝર્સ લીડ્સની માલકિન કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડી અબરાર અહેમદને ખરીદ્યો છે. ઓક્શનમાં કાવ્યા મારને આશ્ચર્યજનક નિર્ણય લીધો અને મોટી કિંમત ચૂકવી આ પાકિસ્તાની ખેલાડીને ટીમમાં સામલે કર્યો છે. જાણો તેને કેટલી રકમ મળી?

Breaking News: કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો, ઓક્શનમાં આટલી મોટી રકમ ચૂકવી
Kavya Maran & Abrar AhmedImage Credit source: PTI/X
| Updated on: Mar 12, 2026 | 9:07 PM
Share

એક આશ્ચર્યજનક નિર્ણય લેતા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારને ધ હંડ્રેડ ઓક્શનમાં એક પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો હતો. લંડનમાં યોજાયેલી હરાજીમાં, કાવ્યા મારનની સનરાઈઝર્સ લીડ્સ ટીમે પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદને તેમની ટીમમાં સામેલ કર્યો. મારને અબરાર અહેમદને £190,000 એટલે ₹2.34 કરોડમાં ખરીદ્યો હતો.

કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો

કાવ્યા મારનની ટીમે પાકિસ્તાનના અબરાર અહેમદને ખરીદવા માટે ટ્રેન્ટ રોકેટ્સ સાથે સ્પર્ધા કરી. આખરે, મારનની ટીમ સનરાઈઝર્સ લીડ્સ બોલી જીતી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાવ્યા મારનની ટીમનો કોચ ડેનિયલ વેટોરી મિસ્ટ્રી સ્પિનરને લઈ ઉત્સુક હતો, તેથી જ તેના પર આટલો મોટો દાવ લગાવવામાં આવ્યો હતો. જોકે, કાવ્યા મારનનું આ પગલું તેની ટીમ માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે અબરાર એક પાકિસ્તાની ખેલાડી છે, જેનો ભારતમાં જોરદાર વિરોધ થઈ શકે છે.

અબરાર અહેમદની કારકિર્દી

અબરાર અહેમદની વાત કરીએ તો, તેનો T20 વર્લ્ડ કપ અભિયાન ખરાબ રહ્યો હતો. તેણે ચાર મેચમાં છ વિકેટ લીધી, પરંતુ તેનો ઈકોનોમી રેટ ઘણો ખરાબ રહ્યો. ભારત સામે, તેણે 38 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. જોકે, તે એક મિસ્ટ્રી બોલર છે જેમાં વિકેટ લેવાની ક્ષમતા છે, તેથી જ કાવ્યા મારનની ટીમે તેનામાં રોકાણ કર્યું છે.

2009 બાદ પહેલીવાર થયું આવું

અબરાર અહેમદ 2009 પછી ભારતીય ટીમના માલિક દ્વારા ખરીદાયેલો પહેલો પાકિસ્તાની ખેલાડી છે. આ મુદ્દે મોટો હોબાળો મચી શકે છે. તાજેતરમાં જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંઘર્ષને કારણે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પણ IPLમાંથી ભાર કરવામાં આવ્યો હતો. અબરાર અહેમદ સાથે પણ આવું જ થાય તો નવાઈ નહીં.

Breaking News: ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની કરશે પસંદગી

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">