AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપદા ને અવસરમાં તબદીલ, LPG અછત સામે વરદાન બનશે આ ‘જાદુઈ’ સ્ટવ

મિડલ ઈસ્ટના યુદ્ધે રસોડાનું બજેટ ખોરવ્યું છે ત્યારે ગેસ અને વીજળી વગર રસોઈ બનાવવાની સુવિધા જાણીને તમે ચોંકી જશો. જાણો કેવી રીતે આ નવી ટેકનોલોજી તમને સિલિન્ડરની રામાયણમાંથી કાયમી મુક્તિ અપાવશે.

આપદા ને અવસરમાં તબદીલ, LPG અછત સામે વરદાન બનશે આ 'જાદુઈ' સ્ટવ
Image Credit source: ICOL
| Updated on: Mar 29, 2026 | 8:33 PM
Share

મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ભારતમાં LPG સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો અને બજારમાં ઇન્ડક્શન સ્ટવના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. આ કપરા સમયમાં સરકારી કંપની ઇન્ડિયન ઓઈલ (IOC) એક એવો વિકલ્પ લાવી છે જે ન તો ગેસ માંગે છે, ન તો વીજળી!

શું છે ‘સૂર્યા નૂતન’ સોલર સિસ્ટમ?

આ કોઈ સામાન્ય સોલર કુકર નથી જે તમારે તડકામાં જઈને મૂકવું પડે. ઇન્ડિયન ઓઈલનો આ ઇન્ડોર સોલર સ્ટવ હાઈ-ટેક ટેકનોલોજી પર કામ કરે છે.

કેવી રીતે કામ કરે છે? તમારી છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે, જે સૂર્યની ઉર્જાને કેબલ દ્વારા તમારા રસોડામાં રહેલા સ્પેશિયલ સ્ટવ (કુકટોપ) સુધી પહોંચાડે છે.

  • ખાસિયત: તમે આરામથી તમારા રસોડામાં ઉભા રહીને ગેસની જેમ જ રસોઈ બનાવી શકો છો. આ સિસ્ટમ હાઇબ્રિડ મોડ પર પણ ચાલે છે, એટલે કે રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં પણ ઉપયોગી થઈ શકે છે.

કિંમત અને મોડલ: તમારા બજેટ મુજબ પસંદ કરો

ઇન્ડિયન ઓઈલે આ સિસ્ટમને ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે,

  • સૂર્યા નૂતન L: કિંમત અંદાજે ₹12,000 થી ₹15,000 (બેઝિક મોડલ).
  • સૂર્યા નૂતન LD: કિંમત અંદાજે ₹18,000 થી ₹22,000.
  • સૂર્યા નૂતન LDB: આ પ્રીમિયમ મોડલ છે જેની કિંમત ₹23,000 સુધી હોઈ શકે છે.

બુકિંગ કેવી રીતે કરવું?

યાદ રાખો કે આ સ્ટવ અત્યારે સીધો દુકાન પરથી ખરીદી શકાતો નથી. કંપનીની વેબસાઇટ પર 5 દિવસ પહેલા જ નવી વિગતો અપડેટ કરવામાં આવી છે. તમારે ઇન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઇટ પર જઈને એક ‘ઇન્ક્વાયરી ફોર્મ’ ભરવું પડશે. ફોર્મ ભર્યા પછી કંપનીના પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે અને ત્યારબાદ ખરીદીની પ્રક્રિયા આગળ વધશે.

LPGની અછતના આ સમયમાં આ એક કાયમી અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે, જે લાંબે ગાળે તમારા હજારો રૂપિયા બચાવશે.

કામની વાત: પ્રેશર કુકર કે તપેલી ! શેમા રાંધેલા ચોખા તમારા શરીર માટે છે ‘સ્લો પોઈઝન’ અને કયા છે અમૃત?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">