AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્રાક્ષ પર લાગેલા કેમિકલને ઘરે કઈ રીતે સાફ કરશો, જાણો આ ઘરેલૂ રીતો…

Grape Adulteration: દ્રાક્ષ બાળકો માટેનો પ્રિય ફળ માનવામાં આવે છે. પરંતુ દ્રાક્ષમાં જંતુનાશકો સહિત અનેક રસાયણો પણ આવેલા હોય છે. માતાપિતાએ બાળકોને ખવડાવતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ રસાયણોને કેવી રીતે દૂર કરવા તે જાણો.

દ્રાક્ષ પર લાગેલા કેમિકલને ઘરે કઈ રીતે સાફ કરશો, જાણો આ ઘરેલૂ રીતો...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 8:16 PM
Share

મીઠાં અને રસદાર દ્રાક્ષ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને બાળકોને તે ખૂબ જ ગમતા હોય છે. જોકે, ઘણા બજારોમાં ભેળસેળયુક્ત દ્રાક્ષ મળતા હોય છે. દ્રાક્ષને તાજા રાખવા માટે તેના પર વિવિધ કેમિકલ અને જંતુનાશકોનો સમાવેશ થતો હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં સ્પષ્ટપણે દ્રાક્ષમાં સફેદ કેમિકલ ભેળવતા જોવા મળે છે. હકીકતમાં, દ્રાક્ષને ઝડપથી પકવવા અને તેની ચમક વધારવા માટે તેને રસાયણોમાં પલાળવામાં આવે છે. આમાં રાસાયણિક મીણનો પણ સમાવેશ થતો હોય છે, જે દ્રાક્ષને વધુ પડતી ચમકદાર બનાવે છે.

દ્રાક્ષમાં કેવી રીતે દવાઓનો ઉપયોગ થાય

દ્રાક્ષની ખેતી દરમિયાન ઘણી જગ્યાએ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. યોગ્ય સફાઈ વિના તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થતી હોય છે. દ્રાક્ષ પર સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રિઝર્વેટિવ્સનો પણ છંટકાવ કરવામાં આવે છે.

દ્રાક્ષમાં રસાયણોથી થતા નુકસાન

બજારમાં મળતી દ્રાક્ષ પર જૂદા જૂદા કેમિકલ અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ તેમને ઝડપથી બગડતા અટકાવે છે તેમજ તેમની તાજગીને જાળવી રાખે છે. નિષ્ણાતોના મતે, જો ભેળસેળવાળી દ્રાક્ષ વધુ માત્રામાં ખાવામાં આવે તો દ્રાક્ષ પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે સતત પેટ ફૂલવું, ગેસ અથવા અપચો થઈ શકે છે. કેટલાક લોકોને એલર્જી પણ થઈ જાય છે.

કેવી રીતે દૂર કરવું દ્રાક્ષમાંથી કેમિકલ

  • મીઠું અને સરકો – દ્રાક્ષમાંથી રસાયણો અથવા જંતુનાશકો દૂર કરવા માટે મીઠું અને સરકોનો ઉપયોગ કરવામાં આવે છે. એક વાસણમાં પાણી ભરો અને તેમાં અડધી ચમચી મીઠું અને સરકો ઉમેરો. દ્રાક્ષને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. આનાથી દ્રાક્ષ પર રહેલા રસાયણો દૂર થઈ જાય છે.
  • બેકિંગ સોડા – દ્રાક્ષમાંથી રસાયણો દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. સફાઈ માટે બજારમાં બેકિંગ સોડા અને લીંબુના ઉત્પાદનો આવેલા છે. એક વાસણમાં પાણી ભરો, અડધી ચમચી બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ ઉમેરો. દ્રાક્ષને થોડીવાર પાણીમાં પલાળી રાખો ત્યારબાદ સાદા પાણીથી ધોઈને ખાઓ.
  • થોડો ગરમ પાણી – દ્રાક્ષને સારી રીતે સાફ કરવા માટે, એક બાઉલમાં થોડુ ગરમ પાણી ભરો. થોડા ગરમ પાણીમાં દ્રાક્ષને રાખો. ગરમ પાણી રસાયણો અથવા અન્ય જંતુનાશકો દૂર કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે.

હવે પેટ્રોલ ખર્ચને અલવિદા કહો ! આ સસ્તી EV કાર આપશે વધુ રેન્જ અને નવા ફીચર્સ… વધુ વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">