Pull loop on shoes : બુટની પાછળ આવા પટ્ટા કેમ હોય ? તમે નહીં જાણતા હોવ સાચું કારણ
બુટની પાછળની નાની પટ્ટી, જેને હીલ ટેબ કે પુલ લૂપ કહેવાય છે, તે માત્ર શોભા નથી. તેનો મુખ્ય હેતુ બુટ સરળતાથી પહેરવામાં મદદ કરવાનો છે, જેથી પાછળનો ભાગ નુકસાન ન થાય.

આજકાલ ઘણા લોકોને અલગ અલગ ડિઝાઇનના બુટ ખરીદવાનો અને પહેરવાનો ખૂબ શોખ હોય છે. ખાસ કરીને યુવાનોમાં ફેશન મુજબ નવા નવા બુટ પહેરવાની ટ્રેન્ડ જોવા મળે છે. ઘણા લોકો પાસે વિવિધ બ્રાન્ડના બુટનું સારૂ કલેક્શન પણ હોય છે. પરંતુ ઘણીવાર આપણે બુટની ડિઝાઇન પર ધ્યાન આપીએ છીએ, તેના પાછળના નાના ઉપયોગી ભાગો પર નહીં.

જો તમે હાલમાં બુટ પહેરી રહ્યા હોવ તો એક વખત તેમની પાછળ નજર કરો. તમને ત્યાં એક નાનો પટ્ટો દેખાશે. જ્યાંથી આપણે પગ બુટમાં નાખીએ છીએ, ત્યાં લગભગ દરેક બુટની પાછળ આ પટ્ટી જોવા મળે છે. આ પટ્ટી માત્ર ડિઝાઇન માટે નથી, પરંતુ તેનો એક ખાસ ઉપયોગ પણ હોય છે.

બુટની પાછળની આ પટ્ટીને સામાન્ય રીતે હીલ ટેબ (Heel Tab) અથવા પુલ લૂપ (Pull Loop) કહેવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ બુટ સરળતાથી પહેરવામાં મદદ કરવાનો છે. જ્યારે આપણે બુટ પહેરીએ ત્યારે આ પટ્ટાને પકડીને પગ અંદર સરકાવવો સરળ બને છે અને બુટના પાછળના ભાગને નુકસાન પણ થતું નથી.

આ ઉપરાંત, આ પટ્ટાનો બીજો ઉપયોગ પણ છે. ઘણા લોકો બુટ ધોઈને સૂકવવા માટે આ પટ્ટાથી તેમને લટકાવી દે છે, જેથી બુટ ઝડપથી સૂકી જાય. કેટલીક કંપનીઓ આ પટ્ટાનો ઉપયોગ બ્રાન્ડિંગ માટે પણ કરે છે અને તેના પર પોતાની કંપનીનું નામ અથવા લોગો લખે છે.

આ રીતે બુટની પાછળની નાની દેખાતી આ પટ્ટી હકીકતમાં ખૂબ ઉપયોગી હોય છે. હવે જ્યારે પણ તમે બુટ પહેરશો, ત્યારે તમને તેની પાછળની આ પટ્ટીનો સાચો ઉપયોગ જરૂર યાદ આવશે.
Beer Intake : દિવસમાં કેટલી બીયર પી શકો છો? યોગ્ય માત્રા જાણો
