AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ અને ખાતર અંગે મોટી ખાતરી, સંગ્રહખોરી સામે કડક એક્શન

Breaking News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ અને ખાતર અંગે મોટી ખાતરી, સંગ્રહખોરી સામે કડક એક્શન

| Updated on: Mar 12, 2026 | 2:06 PM
Share

Breaking News: દિલીપ સંઘાણીના જણાવ્યા અનુસાર યુદ્ધના કારણે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ ભારતની સ્થિતિ અન્ય ઘણા દેશોની તુલનામાં વધુ સ્થિર છે. સરકારે પહેલેથી જ પ્રાથમિકતા નક્કી કરી છે અને સૌ પ્રથમ ઘરેલુ વપરાશ માટે ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા સપ્લાય અંગે ચિંતા વધી રહી છે. આવી સ્થિતિમાં ઇફ્કો (IFFCO) ના ચેરમેન દિલીપ સંઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં સરકાર ગેસના સંગ્રહખોરો પર કડક નજર રાખી રહી છે અને જ્યાં પણ ગેરકાયદેસર સંગ્રહખોરી થઈ રહી છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પહેલેથી જ પ્રાથમિકતા નક્કી કરી

દિલીપ સંઘાણીના જણાવ્યા અનુસાર યુદ્ધના કારણે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ ભારતની સ્થિતિ અન્ય ઘણા દેશોની તુલનામાં વધુ સ્થિર છે. સરકારે પહેલેથી જ પ્રાથમિકતા નક્કી કરી છે અને સૌ પ્રથમ ઘરેલુ વપરાશ માટે ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ઉદ્યોગોમાં જરૂરી હોય ત્યાં પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે, જેથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે.

ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી

ખાસ કરીને ખેડૂતો માટે પણ તેમણે મહત્વપૂર્ણ ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે હાલની સીઝન માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી ખેતીના કામમાં કોઈ વિક્ષેપ ન આવે.

બજારમાં અછતનો ભાસ ઊભો થઈ શકે છે

સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે અને સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરે. જો લોકો ગભરાટમાં આવી અનાવશ્યક સંગ્રહ કરશે તો બજારમાં અછતનો ભાસ ઊભો થઈ શકે છે. તેથી સૌએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.

શું મોંઘુ પડે છે, LPG Cylinder કે ઈન્ડક્શન સ્ટોવ? તમારું માસિક વીજળી બિલ કેટલું આવશે? જાણો સંપૂર્ણ વિગતો

g clip-path="url(#clip0_868_265)">