AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા બસ સ્ટેન્ડમાંથી મળેલી અનાથ દીકરીનો યોજાયો અનોખો લગ્ન સમારોહ, ધારાસભ્ય કેયુર રોકડિયાએ કર્યુ કન્યાદાન- જુઓ Video

વડોદરામાં આજે એક અનોખા લગ્ન સમારોહ યોજાયો. આ અનોખા લગ્ન સમારોહમાં જિલ્લાના તમામ અધિકારીઓ જાનૈયાઓનું સ્વાગત કરતા જોવા મળ્યા. તો બીજી તરફ ધારાસભ્ય કેયુર રોકડિયાએ પત્ની સાથે દીકરીનું કન્યાદાન કરી માતાપિતાની ફરજ નિભાવી.

| Updated on: Mar 12, 2026 | 7:03 PM
Share

વડોદરામાં આજે એક અનોખો લગ્ન સમારોહ યોજાયો. જેમા કલેક્ટર પોલીસ કમિશનરે જાનૈયાઓનું સ્વાગત કર્યુ તો ધારાસભ્યે પત્ની સાથે માત-પિતાનો ફરજ નિભાવતા દીકરી દીપાનો હાથ સિવિલ એન્જિનિયર જતિન પટેલના હાથમાં આપ્યો. આ અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેનુ કારણ એ છે કે જે દીકરીના લગ્ન યોજાયા હતા તે એક અનાથ દીકરી હતી, જે પાંચ મહિનાની હતી ત્યારે વડોદરા બસ સ્ટેન્ડમાંથી મળી આવી હતી. ત્યારબાદ નારી સંરક્ષણ ગૃહમાં મોટી થયેલી આ દીકરી દીપાના આજે ન માત્ર લગ્ન યોજાયા પરંતુ વાજતે ગાજતે ધામધૂમથી આ સમારોહ યોજાયો. જે જોનારને એક પળ માટે પણ એવુ ન લાગ કે આ કોઈ અનાથ દીકરીના લગ્ન છે. દીપાના લગ્ન દરમિયાન જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને તેઓ જાનૈયાનું સ્વાગત કરતા પણ જોવા મળ્યા.

અનાથ દીકરીને અપાઈ તમામ ખુશીઓ

નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીપાએ 100 યુવાનોમાંથી સિવિલ એન્જિનિયર જતીન પટેલને પસંદ કર્યો. લગ્નની તૈયારીઓ તરત જ શરૂ થઈ ગઈ. સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કલેક્ટર અનિલ ધામેલિયાને લગ્ન કાર્ડ પર આમંત્રિત તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. લગ્ન સમારોહ મહિલા સંરક્ષણ ગૃહ, નિઝામપુરા ખાતે યોજાયો હતો. બધી વિધિઓ વચ્ચે, કેયુર રોકડિયાએ તેમની પત્ની શ્રેયા સાથે દીપાના માતાપિતા બનીને તેનુ કન્યાદાન કર્યુ. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર પણ લગ્નમાં હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી. તેમણે દીપાના જીવનસાથી જતીન સાથે પણ વાત કરી. ડીડીઓ મમતા હિરપરા, મહિલા સંરક્ષણ ગૃહના મેનેજર હેતાક્ષી ચંપાનેરી, દહેજ પ્રતિબંધ અધિકારી કવિતા ગોહિલ અને મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારિયા પણ દીપાના લગ્નમાં હાજર રહ્યા હતા.

ખુશી વચ્ચે આંખો આંસુથી ભરાઈ ગઈ

જ્યારે દીપાના લગ્ન જતીન સાથે વરિષ્ઠ જિલ્લા અધિકારીઓની હાજરીમાં થયા, ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાને પિતાની ફરજો નિભાવતા જોઈ ત્યાં ઉપસ્થિત અનેક લોકો ભાવુક થયા. ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેમને દીપાનું કન્યાદાન કરવાનો અવસર મળ્યો. તેમણે કહ્યુ તેને આ પળ માટે નીમિત બનાવવા માટે તે ઠાકોરજીના ચરણોમાં નમન કરે છે. કેયુર રોકડિયા ખુદ પણ એક દીકરીના પિતા છે. તેમણે કહ્યુ તેઓ આ ક્ષણને જીવનભર ભૂલી શકશે નહીં. દીપા અને જતીન સુખી રહે. એ જ તેમની પ્રાર્થના છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે દીપાનો ઉછેર નારી સંરક્ષણ ગૃહમાં થયો હતો. નારી સંરક્ષણ ગૃહ, સામાજિક સુરક્ષા અને સમાજ કલ્યાણ સ્ટાફનો સ્ટાફ તેના પર ખાસ પ્રેમ રાખતો હતો. કેયુર રોકડિયા આમાં ખૂબ મદદરૂપ થયા છે. અમારી શુભેચ્છાઓ દીપા સાથે છે. તેનું ભવિષ્ય સુખમય રહે.

Input Credit- Anjali Ojha- Vadodara

‘આત્મસમર્પણ નહીં’, અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના બે નેતા આવ્યા સામસામે

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">